હાલાકી:છતાં પાણીએ વીજ પ્રવાહ બંધ થતાં કપાસના1 મોલાતને નુકસાન

સાયલા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયલા તાલુકામાં ભારે પવનથી 25થી વધુ વીજ પોલ ધરાશાયી થયા હતા

સાયલા તાલુકામાં 4 દિવસ પહેલાં ભારે પવનથી 25થી વધુ વીજ પોલ ધરાશાયી થતા વીજ પ્રવાહની ખોરવાયો હતો. તંત્રે ગામડાનો વીજ પ્રવાહ શરુ કર્યો હતો. પરંતુ નોલી સહિત અનેક ગામોના ખેતીના ફીડરો બંધ થયા છે જેના કારણે ખેડૂતોના આગોતરા કપાસના વાવેતરનું બિયારણ બગડી રહયુ છે. તંત્રે ખેતીના ફીડરો કાર્યરત માટે જહેમત ઉઠાવી હોવાનું જણાવ્યું છે. સાયલા તાલુકામાં નોલી સહિત અનેક ગામોના ખેતીના ફીડરો છેલ્લા 4 દિવસથી બંધ થયા છે.

સારા વરસાદની આશા અને ખેડૂતોના કૂવા, બોરના પાણીના કારણે ખેડૂતોએ આગોતરા કપાસ સહિત અન્ય પાકનું વાવેતર કર્યું છે. પરંતુ એક પાણીના પાણની જૂરરિયાત છે ત્યારે વીજ પ્રવાહ બંધ થતા બિયારણ બગડી રહ્યું છે. જેના કારણે ખેડૂતોના મોંઘા બિયારણના આર્થિક ફટકાની દહેશત જોવા મળે છે. આ બાબતે તંત્રે જણાવ્યા કે, ગામડાના વીજ પ્રવાહ કાર્યરત કરાયા છે અને સીમ ખેતરોમાં વીજ પોલ હોવાના કારણે વીજ પોલ ઊભા કરવાની કામગીરી ઝડપભેર શરૂ કરવામાં આવી છે .

અન્ય સમાચારો પણ છે...