તોડફોડ:સાયલામાં રાત્રે હોમગાર્ડ જવાનની કેબિન પાસે અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી

સાયલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાઇટ ડ્યુટીમાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા

સાયલા તાલુકા પંચાયત પાસે આવેલા શ્રમજીવી યુવાનની કેબિન પાસેની લારી અને ટેબલને રાત્રીના સમયે અજાણ્યા અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી નુકસાન કર્યું છે. શ્રમજીવી પરિવારે પોલીસને દારૂની ફરિયાદ કરતા અસામાજિક તત્ત્વો આર્થિક નુકસાન કરતા હોવાની પણ શંકા બતાવી હતી. આથી નાઇટ ડયુટીમાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઇ રહ્યા છે

સાયલા તાલુકા પંચાયત સામે આવેલા કેબિન અને લારીઓને રાત્રીના સમયે ચોરી અને અજાણ્યા આવરા તત્ત્વો આંતક મચાવીને લારીઓને નુકસાન કર્યું છે. આ બાબતે હોમગાર્ડ જવાન અને શ્રમજીવી રાજેશભાઇ અઘારાની કેબિન પાસે ગરીબ કલ્યાણ મેળામાં મળેલી લારી રાખીને રોજીરોટી મેળવી રહ્યા છે. પરંતુ રાત્રીના સમયે કોઇ અજાણ્યા શખસોએ લારી અને ટેબલ સહિતની તોડફોડ કરીને રાજેશભાઇના આજીવીકાના સાધનને નુકસાન કર્યું છે.

આ બાબતે નગરજનોમાં રોષ જોવા મળે છે રાજેશભાઇએ સાયલા પોલીસને શહેરમાં નુકસાન કરતા અસામાજિક તત્ત્વોને ઝડપી લેવાની પણ લેખિત રજૂઆત કરી છે અને વધુમાં રાજેશભાઇના પરિવારે સાયલા પોલીસને દારૂ અંગે ફરિયાદ કરી હોય અસામાજિક તત્ત્વો દ્વારા આર્થિક નુકસાન કરવામાં આવેલ હોય તેવી પણ શંકા બતાવી છે. શહેરમાં અસામાજિક તત્ત્વોને ડામવામાં અને પોલીસની નાઇટ પ્રેટ્રોલિંગની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...