સાયલાના સુદામડા તરફના રસ્તે વાહનો અને ડમ્પરની લાઇન બંધ હારમાળાના કારણે રસ્તો એકમાર્ગીય બને છે. જેના કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ બાબતે સાયલા પોલીસે વાહન ચાલકો સામે કાર્યવાહી કરે તેવી રજૂઆત કરવામાં આવી છે. સાયલાના સુદામડા તરફના 4 માર્ગીય રસ્તાનું કામ ગોકળગતીએ ચાલી રહ્યું છે.
ક્વોરી, ખાણ ઉદ્યોગ મોટા પ્રમાણમાં કેરાળા, થોરિયાળી, સુદામડા તરફ હોવાના કારણે ડમ્પર સહિતના વાહનો રાત દિવસ સુદામડાથી સાયલા તરફનો રસ્તો ધમધમતો જોવા મળે છે. સાયલા સર્કલ અને સુદામડા જવાના રસ્તો 6 માસથી વધુ સમયે કામ અધૂરું છે. ત્યારે ખાનગી વાહનો સર્કલ પાસે આડેધડ મુકીને પેસેન્જર લેવાની ફીરાકમાં દોડધામ કરે છે.
બીજીતરફ ઓવરલોડ ભરેલા ડમ્પરો પણ સુદામડા તરફના રસ્તે એક લાઇનમાં મોટી સંખ્યામાં ઊભા રહી વાહનચાલકો પોતાની મનમાની કરતા જોવા મળે છે. 4 લેન રસ્તાની બન્ને તરફ ડમ્પરો હોવાના કારણે સુદામડા, બોટાદ, ભાવનગર, અમરેલી તરફની અનેક એસટીના ચાલકો પણ પરેશાન બને છે. અને દ્વિ-ચક્રી સહિત નાના વાહનચાલકોના જીવ જોખમાય રહ્યા છે. આ બાબતે સાયલા પોલીસે સુદામડાના રસ્તે બે-રોકટોક વાહન ઊભા રાખતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરે તેવી વાહન ચાલકોની રજૂઆત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.