તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ચોટીલા ભાજપ અગ્રણીના મોતના બનાવની તપાસ CID ને સોંપો

સાયલા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોળી સમાજે મામલતદારને આવેદન પાઠવી રજૂઆત કરી

ચોટીલા ભાજપ અગ્રણીના મોત અંગે સાયલા અને હળવદમાં કોળી સમાજના આગેવાનો અને લોકોએ મામલતદારને આવેદન પાઠવ્યુ હતુ. જેમાં આ બનાવની તપાસ સી.આઇ.ડી ક્રાઇમને સોંપવા માંગ કરાઈ હતી.

સાયલા તાલુકાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન મકવાણા, સરવૈયા મહેશભાઇ,કાળુભાઇ પોપટભાઇ, પ્રેમજીભાઇ જમોડ,ઓઘડભાઇ કાલીયા,અને માંધતા ગૃપ અને કોળી સમાજના આગેવાનો અને અખિલ ભારતીય કોળી સમાજે સાયલા મામલતદારને આવેદન આપ્યું હતું.જેમાં ચોટીલા ભાજપ પ્રમુખ અને કોળી આગેવાન વિરજીભાઇ પલાળિયાનું રાત્રીના સમયે અકસ્માતે મૃત્યુ થયાનું પોલીસ દફતરે નોંધ કરી છે. પરંતુ કોળી સમાજ દ્વારા ખૂનની આશંકા વ્યકત કરીને તટસ્થ તપાસ બાબતે રજૂઆત કરી હતી. આ બાબતે પોલીસ ગુનેગારોને પકડવામાં નિષ્ફળ જતા વધુ તપાસ સી.આઇ.ડી.ક્રાઇમને સોંપવા માટે માંગ કરી હતી.

હળવદ|હળવદ કોળી સમાજના પ્રભુભાઈ ઓળકીયા, મોરબી જિલ્લા કોળી સેના પ્રમુખ, ઉપપ્રમુખ, તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઇ ગણેશિયા, અશ્વિન ડાભી સહિત આગેવાનોએ ચોટીલા તાલુકાના રેશમિયા ગામના વિરજી પલાળીયા જે ભાજપ તાલુકા પ્રમુખ અને કોળી સમાજના આગેવાનની ખુન થયાના આક્ષેપ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ બનાવમાં ખુન કેસને પોલીસ આકસ્મિક ઘટનાનુ રૂપ આપી તપાસ હાથ ધરી છે જે તદ્દન ખોટી છે વિરજી પલાળીયાના મોત અંગેની ન્યાયિક તપાસની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો