બેઠક:ક્વોરી ક્ષેત્રે વિકાસના કામો અટકતા સરકાર હરકતમાં : સોમવારે બેઠક

સાયલા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કવોરી ઉદ્યોગની 15 દિવસની હડતાળ બાદ સરકાર હરકતમાં આવી
  • ​​​​​​​દૈનિક 50 કરોડની સરકારને ખોટ જતી હોવાનું પ્રમુખનો દાવો

સુરેન્દ્રનગર જિલ્લાના ક્વોરી ઉદ્યોગના ખાડા માપણી, ખનીજ કિંમત ઘટાડવા, લીજ આપવા, ટ્રાન્સપોર્ટ અને ખનીજ અલગ કરવા બાબત સહિતના 17 પ્રશ્નોના સરકાર ઉકેલ ન લાવતા કવોરી ઉદ્યોગની 15 દિવસની હડતાળ બાદ સરકાર હરકતમાં આવી છે. સોમવારના રોજ ક્વોરી માલિકો સાથે બેઠક બોલાવવામાં આવશે તેવું એસોસિયેશનના પ્રમુખે જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાની 130 ક્વોરી અને 70 લીઝ ધારકો સહિત ગુજરાતની 3000 ક્વોરીના પ્રશ્નો સરકાર ઉકેલ ન લાવતા ક્વોરીના પૈડા 15 દિવસથી થંભી ગયા છે. જેના કારણે સરકારના વિકાસના કામો અટકી પડ્યા છે. અને દૈનિક 50 કરોડની રોયલ્ટી અને ડીઝલ, એકસ પ્રોલોગીવ મટિરિયલના જીએસટી સહિત અન્ય સરકારને ખોટ જશે તેવો પ્રમુખે દાવો કર્યો છે. ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને ટ્રાન્સપોર્ટરને નુકસાન જશે. ત્યારે જિલ્લાના 3000થી વધુ સ્કીલ અને અનસ્કીલ લેબરના પરિવારજનો માટે આજીવિકાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે.

સરકારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોમાં ખનીજ નીતિ, કાયદા, ચુકાદા અને પરિબળોની ચકાસણી માટે અધિક નિયામક અને ભૂસ્તરશાસ્ત્રીઓની 3 ટીમ મોકલી 3 રાજ્યનો અભ્યાસ કર્યો હોવાની માહિતી છે. ક્વોરી ઉદ્યોગ વધુ પાયમાલ થાય તે પહેલા સરકાર હરકતમાં આવી છે. તંત્ર દ્વારા પડતર પ્રશ્નો બાબતે તા. 16 મે 2022ના રોજ ગાંધીનગર ખાતે બેઠકનું બોલાવી હોવાની ગુજરાત ક્વોરી એસોસિયેશન અને હોદેદારોએ જાણ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...