રજૂઆત:ધાંધલપુરના પૂર્વ સરપંચે ચૂંટણીના મનદુ:ખે ગેરરીતિના ખોટા આક્ષેપ કર્યા

સાયલા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાયલાના ધાંધલપુર ગામે જાગૃત નાગરિકે નરેગા અને પંચાયતના ભ્રષ્ટાચાર બાબતની રજૂઆત કરતા પૂર્વ સરપંચે ચૂંટણીના મનદુ:ખ અને રાજકીય કીન્નાખોરી બતાવીને અને 2020-21ના કામો બતાવી પાયા વિહોણા આક્ષેપ કર્યા હોવાની રજૂઆત જિલ્લા કક્ષાએ કરી છે.

સાયલાના ધાંધલપુર પૂર્વ સરપંચ રણછોડભાઇ તરગટાએ ધાંધલપુર ગ્રામ પંચાયતમાં 10 વષના સત્તા બાદ હાલમાં તેમના પત્ની રત્નુબેન મહિલા સરપંચ તરીકે કાર્યભાર સંભાળે છે. ધાંધલપુર ગામના જાગૃત નાગરિક રસીકભાઇ જમોડે નરેગા અને પંચાયતના ભ્રષ્ટાચાર બાબતની ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.

આ બાબતે રણછોડભાઇ તરગટાએ કલેકટરને લેખિત રજૂઆત કરી ધાંધલપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રસીકભાઇ અને તેના પરિવારજનોની કારમી હાર થયાના કારણે રાજકીય કીન્નાખોરી બતાવી ખોટા આક્ષેપ કરતા હોવાનું જણાવ્યું છે. 2020-21માં તાલુકા આયોજન મંડળના કામો પૂર્ણ થયા છે જે પાયા વિહોણા આક્ષેપ કરી બદનામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.

આ બાબતે કોઇ કામમાં ગેરરીતિ સામે રાજીનામુ આપવાની તૈયારી સાથે કલેકટરને રજૂઆત કરી છે. વધુમાં હાલમાં 19 લાખના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સામે 3 મહિના પહેલા પૂર્ણ થઇ ગયેલ હોવાનું જણાવીને તેની તપાસ કરવા માટે અમારી તૈયારી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...