વેપારી પરેશાન:સાયલામાં લોકમેળો બંધ રહેતા પરપ્રાંતીયો મુશ્કેલીમાં મુકાયા

સાયલા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકમેળો બંધ રહેતા રમકડા વેચનાર પરપ્રાંતિયને હાલાકી. - Divya Bhaskar
લોકમેળો બંધ રહેતા રમકડા વેચનાર પરપ્રાંતિયને હાલાકી.
  • લોકમેળામાં રમકડા બનાવી કમાણી કરનાર પરપ્રાંતીય નાના વેપારી પરેશાન

ઝાલાવાડમાં શ્રાવણથી ભાદરવા માસમાં લોક મેળાનો ઉત્સવ જોવા મળે છે. કોરોના કાળના સમયે 2 વર્ષથી લોકમેળાના પ્રતિબંધનના કારણે મેળાઓમાં પાણી પાઉચથી નાના રમકડાનો વેચાણ કરતા મોટા ભાગના પરપ્રાંતિયોમાં નિરાશા જોવા મળે છે. બીજી તરફ ફજેતફાળકા, ખાણી-પીણી, રમકડા બનાવનાર શ્રમજીવીઓ માટે પણ આ વષ આર્થિક વિટમંણાનો થતા પરિવારજનો નિરાશ બની રહ્યા છે.

ઝાલાવાડની ઉત્સવપ્રિય પ્રજા શ્રાવણથી ભાદરવા સુધીના લોકમેળાના ઉત્સવો મન મુકીને માણે છે. જિલ્લામાં દરેક તાલુકામાં જન્માષ્ટમીના મેળો વિશેષ જોવા મળે છે અને ગામડાની પ્રણાલીકા અને આગવી ઓળખ સાથે પરંપરાગત ઉજવાતા ધુંધળીનાથ, ત્રિવેણી સહિતના અનેક મેળા છે. ભાદરવામાં રામદેવપીરના નોરતા, ગણેશ ઉત્સવમાં પણ લોકમેળો જોવા મળે છે. લાખોની મેદની ખાણીપીણી, રમકડા, ચકડોળનો સહિત મનોરંજન કરે છે અને વેપારમાં કરોડો રૂપિયાનો ટર્ન થતો જોવા મળે છે. પરંતુ બેથી વધુ વર્ષથી કોરોના કાળના કારણે મેળાની રંગત ફીકી પડી છે.

જેમાં દરેક લોકમેળામાં બાળકોના રમકડા, મહિલાના સૌદર્ય સાધનો સાથે પરપ્રાંતથી આવતા નાના વેપારીઓને આર્થીક ફટકો પડશે. જયારે માત્ર મેળાના ધ્યાને લઇ કામ કરતા ફજેત ફાળકા, રમકડા, હાથવણાટ અને નાસ્તાથી પાણીના પાઉચ સુધીના અનેક વેપારીઓ માટે વધુ વિકટનો સમય બની રહેશે રાજસ્થાનથી આવેલા પરિવાર સાથે આવેલા મનોહરસીંઘ લોકમેળાના બે માસમાં સારી કરનાર લોકમેળો બંધ થતા પરેશાન બન્યા હોવાનું જણાવ્યું હતું.

આજે સમયવર્તે સાવધાનની ઘડીઓ છે
કોરોનાની ત્રીજી લહેરના પડઘમ સમયે મેળાની ભીડને ધ્યાને લઇ તમામ મેળાઓ બંધ રાખવાનો નિર્ણય આવકારદાયક છે. લોકો સમયવર્તે સાવધાન બની સરકારી ગાઇડ લાઇનનું પાલન કરશે તો કોરોનાને દેશવટો આપી શકીશું. અને આવતા વર્ષે પરિવારજનો સાથે લોકમેળાનો આનંદ લુટીશું.

દરેક જ્ઞાતિના 1521 મેળા ઉત્સવ યોજાય છે
સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં 425 મેળા યોજાય છે. ત્યારે હિન્દુના 1293,મુસ્લીમના 175, જૈન 21, લોકમેળા 14, ધંધાધારી 13 અને પારસીનો 1 મેળો યોજાય છે.