કાર્યવાહી:કરાડી પાસે રેતીમાં ફસાયેલી કારમાં વિદેશી દારૂ ઝડપાયો

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કારની તપાસ કરતા ચાલક મુકી ભાગી ગયો
  • પોલીસે રૂ.3,87,900નો મુદ્દામાલ જપ્તકરી ગુનો નોંધ્યો

સાયલાના કરાડીના સીમ રસ્તે રેતીમાં ફસાયેલી કારમાં વિદેશીદારૂ હોવાની બાતમીના આધારે ધજાળા પોલીસે તપાસ હાથ ધરતા કારની પાછળની સીટમાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ 293 નંગ કિ. 87,900 કાર સહિત રૂ.3,87,900ના મુદામાલ સાથે ફરાર અજાણ્યા ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.

ધજાળાના સીમવિસ્તારમાં વિદેશીદારૂની હેરફેર સામે પોલીસે વોચ રાખી છે.ધજાળા પી.એસ.આઇ ઝેડ.એલ.ઓડેદરા, રણછોડભાઇ ભરવાડ, ઘુસાભાઇ સોલંકી, ભરતભાઇ જીડીયા, મુકેશભાઇ શેખ સહિતના પોલીસ કર્મીઓને પ્રેટ્રોલીંગ દરમીયાન કરાડીની સીમમાં વિદેશી દારૂ ભરેલી કાર હોવાની બાતમી મળી હતી. આથી તપાસ હાથ ધરતા ધજાળા પોલીસને કરાડી ગામના વડાલી સીમ વિસ્તારમાં આવેલા છેલાવાળા વોકળામાં રેતીમાં ફસાયેલી કાર જોવામાં આવી હતી. પરંતુ અજાણ્યા શખ્સ કાર મુકીને નાસી જતા પોલીસે બિનવારસી હાલતમાં રહેલી કારની તપાસ હાથ ધરી હતી.

આ કારની પાછળની સીટમાં વિસ્કી,વોડકા બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.આથી ધજાળા પોલીસે કુલ 293 નંગ કિ.87,900ની વિદેશી બોટલ તેમજ સ્વીફટ કાર રૂ. 3 લાખ સહિત રૂ.3,87,900ના મુદામાલ ઝડપી લીધો હતો.જ્યારે ધજાળા પી.એસ.આઇએ કારમાં વિદેશી દારૂ ભરીને નાસી છુટનાર અજાણ્યા શખ્સ સામે ગુન્હો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...