કાર્યવાહી:સાયલાના આયા ગામ પાસે કારમાંથી વિદેશી દારૂ મળ્યો

સાયલા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 3. 70 લાખના મુદ્દામાલ સાથે કાર ચાલકને ઝડપી લઇને ગુનો દાખલ કર્યો

સાયલાના પોલીસ આયા ગામ પાસે વાહન ચેકીંગ દરમિયાન નાસી છુટેલા સ્વીફટ કારને ઝડપી લીધી હતી. જેમાં કારમાં બેઠેલો શખ્સ નાસી છુટયો હતો. અને કારની ડેકીમાં વિદેશી દારૂની 132 બોટલ અને 24 નંગ બીયર, કાર, 2 મોબાઇલ સાથે 3,70,900ના મુદામાલ સાથે કાર ચાલકને ઝડપી લઇને ગુનો દાખલ કર્યો હતો.

સાયલાના પોલીસ કર્મીઓ આયા બોર્ડ પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન મૂળી તરફથી આવતી સ્વીફ્ટ કારને પીએસઆઇ એમ એચ સોલંકી સહિતના પોલીસ કર્મીઓ રોકવા જતા કારચાલક રાજકોટ તરફ નાસી છુટયો હતો. પોલીસે પીછો કરીને કારને ઝડપી લીધી હતી. પરંતુ કાર ચાલક પાસે બેઠેલો યુવાન નાસી જવામાં સફળ રહ્યો હતો.

પોલીસે કાર ચાલકને ઝડપી લઇ પુછપરછ કરતા વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઘેલા શંખેશ્વરનો હોવાનું જણાવ્યું હતુ. અને નાસી છુટેલા પાટણના મહાવીરસિંહ બાબુજી ઝાલા હોવાનું જણાવ્યું હતુ. પોલીસે કારની તપાસ હાથ ધરતા ડેકીમાં છુપાયેલો વિદેશી દારૂ હાથ લાગ્યો હતો. જેમાં 11 પેટીમાં 132 વિદેશી દારૂ કિંમત 49,500 તેમજ 24 નંગ બીયર કિંમત રૂ. 2400નો ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...