તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મનિર્ભર:ગાયનું પોષણ કરો, નહિતર યુરિયાનું દૂધ પીવાથી કેન્સર થશે

સાયલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયલા પાંજરાપોળમાં રાષ્ટ્રીય સંતે આત્મનિર્ભર બનાવવાની પહેલ બતાવી હતી. - Divya Bhaskar
સાયલા પાંજરાપોળમાં રાષ્ટ્રીય સંતે આત્મનિર્ભર બનાવવાની પહેલ બતાવી હતી.
  • રાષ્ટ્રીય સંતે પાંજરાપોળને આત્મનિર્ભરનો અનુરોધ કર્યો, ગોબર ગેસ, ગૌમૂત્ર અર્ક અને લાકડાનું ઉત્પાદનની જરૂરિયાત બતાવી

સાયલા રાજસોભાગ આશ્રમે પધારેલા રાષ્ટ્રીય સંત અને જૈન સાધુઓએ સાયલા પાંજરાપોળની મુલાકાત લીધી હતી. અને પાંજરાપોળને સ્વનિર્ભર બનવા તેમન ગાયના છાણ, ગૌ મુત્ર દ્વારા આર્યુરવેદીક જીવન જરૂરીયાત વસ્તુ બનાવા પાંજરાપોળને સ્વનિર્ભર બનાવવા માટે જણાવ્યું હતુ જયારે લોકોને ગાયનું જતન અને પોષણની જરૂરીયાત બતાવી હતી.

સાયલા રાજસોભાગ આશ્રમે પધારેલા રાષ્ટ્રીય સંત કમલમુનિએ સાયલા પાંજરાપોળની મુલાકાત લીધી હતી. 2200 જેટલા પશુધન ધન માટે આર્થક સંકડામણ અનુભવતા પાંજરાપોળને સ્વનિર્ભર બનાવવા માટે જરુરેયાત બતાવી હતી. મોટા વિશાળ સંકુલમાં 1000થી વધુ વૃક્ષના વાવેતર અને ઉછેર કરવાના સંકલ્પને બિરદાવી હતી. ઉપસ્થીત ટ્રસ્ટી દિલીપભાઇ શાહ, જયંતિભાઇ ભાવસાર, મોન્ટુભાઇ શાહ સહિતના લોકોને ગાયના છાણ, ગૌ મુત્ર દ્વારા ગોબર ગેસ પ્લાન્ટ, અર્ક, લાકડુ, અગરબત્તી, સાબુ સહિતના અનેક આર્યુવૈદીક જીવન જરૂરીયાત વસ્તુ બનાવા અને વેચાણ દ્વારા આવક મેળવવાનું પાંજરાપોળને હાલના સમયમાં વધુ જરૂરીયાત બનાવી હતી. ત્યારે દાનના પ્રવાહ સાથે પાંજરાપોળને સ્વનિર્ભર બનાવવા માટે જણાવ્યું હતુ જયારે લોકોને ગાયનું શ્રેષ્ઠ દુધ લોકોને નિરોગી બનાવે છે. પરંતુ સમાજ ગાયનું જતન અને પોષણ કરવાની ફરજ ચુકશે તો યુરીયા અને કેમીકલ્સયુકત દુધ પીવાની અને કેન્સરનો ભોગ બનવાની પણ દહેશત વ્યકત કરી હતી. રાષ્ટ્રીય સંત સાથે ઉત્તમમુનીજી, તપસ્વી ઘનશ્યામમુનિ, પંડીત ગૌતમમુની, અરિહંતમુની, કૌશલમુની, કવિ અક્ષતમુની, ઉદયમુનીએ રાજસોભાગ આશ્રમ અને જૈન દેરાસરની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...