પરેશાની:સાયલા સૌથી મોટી ગ્રામ પંચાયત પણ પાણી માટે હજુ પણ પરેશાની

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાયલા ગ્રામ પંચાયતની ત્રિપાંખિયા ચૂંટણીમાં શહેરની પાણી સમસ્યાનો મુદ્દો વધુ અસરકારક બન્યો છે. આજે આપેલા વચન સામે મતદારોનો મિજાજ જોવા મળશે. કર્મચારીઓની અછતના કારણે વહીવટી સમસ્યા અને શહેરની સફાઇ અને છેવાડાની સુવિધા પણ ગ્રામ પંચાયતના અધૂરા કામો જોવા મળે છે. ત્યારે આર્થિક પંચાયતની કટોકટીમાં કોના શિરે સરપંચની સત્તા આપશે તે મતપેટીઓ બોલશે. સુરેન્દ્રનગરની સૌથી મોટી સાયલા ગ્રામ પંચાયત છે 16 હજારથી વધુ વસતી 18 વોર્ડ ધરાવતા પંચાયતના 60 વર્ષના શાસન કાળમાં પાણીની સમસ્યા શિરો વેદના સમાન છે.

હાલમાં વાસ્મો યોજના કાર્યરત થઇ. પરંતુ ઝોનલ મુજબ પાણી વિતરણમાં પંચાયત પાંગળી બની અને લોકોને અપૂરતા પાણી સમસ્યા યથાવત રહી છે. થોરિયાળી ડેમ આધારીત પીવાનું પાણી મળે છે ફિલ્ટર પ્લાન્ટ બંધ થવાથી દુર્ગધ અને કચરાયુકત સાયલાની ભોળી પ્રજાને પધરાવવમાં આવે છે. અનેક સરપંચોએ નિયમિત પાણી આપવાનું વચન આપ્યુ પરંતુ પાણી સરપંચ પાણી બતાવી શકયા નથી.

  • નગર પંચાયતથી ફરી ગ્રામ પંચાયત બની સાયલા ગ્રામ પંચાયતની વસતીના આધારે 1985-86માં નગર પંચાયતનો દરજજો આપવામાં આવ્યો. પરંતુ 1993ના નિયમા 50 હજારની વસતીનો સુધારો થતા ફરી ગ્રામ પંચાયત બની અને નગર પંચાયતના સરકારી લાભથી સાયલા શહેર વંચિત રહ્યું.
  • સાયલા ધોળીધજાથી માળોદ થઇ સાયલા માટે યોજના મંજૂરીની મોહર સાયલાને ઉમરડાથી પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણી આપવાની યોજના નિષ્ફળ બની ત્યાર બાદ ડેમ આધારિત વાસ્મો યોજના કાર્યરત થઇ છે. ધોળીધજા ડેમથી 60 કરોડના ખર્ચે ચુડા, ચોટીલાના ગામો અને સાયલા શહેર માટે પીવાના પાણી મળે તેવી યોજના મંજૂર થવા પામી છે. સાયલાને પાણી મળે ત્યારે યોજના સાકાર થઇ ગણાય.
  • કર્મચારીનો અભાવ અને ઓકટ્રોય વળતર ભથ્થુએ વહીવટી સમસ્યા હાલમાં એક માત્ર તલાટી અને રોજમદાર કર્મચારીથી વહીવટ ચાલે છે. પંચાયતનો વેરો વસુલ, સફાઇ, પાણી વિતરણની કર્મચારીના અભાવે મુશ્કેલી જોવા મળે છે. ઓક્ટ્રોય વળતરની ગ્રાન્ટ સમયસર ન મળતા પંચાયતનો વહીવટમાં વધુ પરેશાની જોવા મળે છે.
અન્ય સમાચારો પણ છે...