બસ સ્ટેન્ડ શોભાના ગાંઠીયા સમાન:લોકાર્પણના 109 દિવસે પણ વિદ્યાર્થીઓ માટે કન્સેશન પાસ, CCTV, વીજળીની સુવિધા નથી

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયલાના એસટી બસ સ્ટેશનની જગ્યા ફાળવણીના ખામીના કારણે બસ સ્ટેન્ડ શોભાના ગાંઠીયા સમાન. - Divya Bhaskar
સાયલાના એસટી બસ સ્ટેશનની જગ્યા ફાળવણીના ખામીના કારણે બસ સ્ટેન્ડ શોભાના ગાંઠીયા સમાન.
  • સાયલામાં નેશનલ હાઈ-વે પાસે કરોડોના ખર્ચે એસટી બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું

સાયલા તાલુકામાં એસટી બસ સ્ટેન્ડની સુવિધા અને સેવા માટે નેશનલ હાઇ-વે પાસે કરોડોના ખર્ચ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું. પરંતુ 109 દિવસમાં હજી સુધી વિદ્યાર્થીઓ માટે કન્સેશન પાસ, સીસીટીવી કે વીજળીની કોઈ સુવિધા જ નથી. જ્યારે રાજકોટ તરફથી માત્ર 24 કલાકમાં 101 એકસપ્રેસ અને લોકલ 25 બસની સુવિધા છે. રાજકોટ તરફ જવા બસ સ્ટેશનમાં સુવિધા નથી.

લોકાર્પણના 108 દિવસે દિવ્ય ભાસ્કરે એસટી બસનું રિપોર્ટ કાર્ડ જોતા એક માત્ર રાજકોટથી અમદાવાદ તરફ જતી માત્ર 55 બસ સુવિધા મળે છે. પરંતુ લીંબડી, અમદાવાદ તરફની આવતી એસટી મુસાફરોને સાયલા સર્કલે ઉતારે છે. તેમને બસ સ્ટેશન રોંગ સાઇડ અને ફોગટનો ફેરો લાગે છે. જેના કારણે રાજકોટ તરફના શહેરોમાં જતા મુસાફરો તડકે સેકાતા જોવા મળે છે. અને સાયલા બસ સ્ટેશન મુસાફર વિહોણું બની રહ્યું છે. બોટાદ, ભાવનગર સહિતની લોકલ 25 બસ રોગ સાઇડમાંથી બસ સ્ટેન્ડ તરફ આવતા મુસાફરોના જીવનું જોખમ વધતું જોવા મળે છે.

કમ્પ્યૂટરના અભાવે પાસ કઢાતા નથી
સાયલા તાલુકાના અંદાજીત 1200 વિદ્યાર્થીઓના કન્સેન્સન પાસ જોવા મળે છે પરંતુ નવા બસ સ્ટેશનમાં કમ્પ્યૂટર સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓને ચોટીલા, લીંબડી, સુરેન્દ્રનગર પાસ કઢાવવા પડે છે. હાલમાં મેન્યુલી પાસ કાઢવા રજૂઆત થવા પામી છે.

CCTV નથી, લાઇટનું કામ અધૂરું
બસ સ્ટેશનમાં તમામ સુવિધાના બણગા ફૂંકી લોકાપર્ણ કરાયું પરંતુ સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા નથી અને બસ સ્ટેશનમાં વીજ લાઇટનો પણ અભાવ જોવા મળે છે ત્યારે રાત્રે આવતી બસના મુસાફરો ભયગ્રસ્ત બને છે.

સીધી વાત :પી.ડી. કલોતરા, ડીસી (રાજકોટ)
અમદાવાદથી રાજકોટ તરફની બસ બસ સ્ટેશનમાં આવતી નથી

- તમામ બસના સ્ટોપ છે તેમ છતાં આ બાબતે ડેપોમાં જાણ કરાશે.
સીસીટીવી, વીજ લાઇટની સમસ્યા છે.
- સીસીટીવી બાબતે કાર્યવાહી ચાલુ છે અને લાઇટની આજે કાર્યવાહી શરૂ થવા પામી છે. તેમજ વિદ્યાર્થીના પાસની સુવિધા વેકેશન પૂરું થતા તુરંત શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...