માગણી:ડોળીયા ગામે 3 મહિનાથી વીજ ધાંધિયા: ખેડૂતોમાં ભારે રોષ, સરપંચ, ગ્રામજનોની ઉચ્ચકક્ષાએ રજૂઆત

સાયલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉપકરણો બંધ થતાં હોવાથી ખેતી કામમાં વિલંબ

સાયલાના ડોળીયા ગામે ખેતી અને જયોતિગ્રામના વીજ પ્રવાહ અનિયમિત બનતા લોકો પરેશાન છે. આ બાબતે તંત્રને અનેક રજુઆત કરી પરંતુ તંત્રની અવગણના કરનાર અધિકારી સામે ગ્રામજનોએ રોષ બતાવી સરપંચ અને ગ્રામજનોએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે.

સાયલાના 5000થી વધુ વસ્તી ધરાવતા ડોળીયા ગામે છેલ્લા ત્રણ માસથી વીજ પ્રવાહ અનિયમિત બની રહયો છે. સમરી ફીડરમાં વારંવાર ફોલ્ટ થતો હોવાના કારણે વીજ પ્રવાહના લોડની વધઘટ જોવા મળે છે. જેના કારણે ઉપકરણો બંધ થતા જોવા મળે છે. આ બાબતે વખતપર સબ સ્ટેશનમાં વારંવાર રજુઆત કરવામાં આવી છે. પરંતુ તંત્રની ઉદાસીનતાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહયો છે. ડોળીયા ગામ જયોતિ ગ્રામ યોજના હેઠળ હોવા છતાં અપુરતા વીજ પ્રવાહથી લોકો તંગ બની રહયા છે. આ બાબતે ડોળીયા સરપંચ દિલીપભાઇ સનોથરા જણાવ્યા મુજબ ડોળીયા ગામે ખેડુતોની વસ્તી વધુ જોવા મળે છે.પરંતુ છેલ્લા 15 દિવસથી ખેતીવાડી વિસ્તારમાં પણ અપુરતી વિજળીના કારણે ખેડુતો પરેશાન બની રહયા છે. આ બાબતે તંત્રને જર્જરીત વીજ વાયરો બદલવા તેમજ ચોમાસાના સમયે વીજ વાયરો અને વીજ પોલનું મેન્ટેનસ કરીને નિયમિત વીજ પ્રવાહ આપવા રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...