અનોખી પહેલ:ઝાલાવાડના દિવ્યાંગો 50,000 દીવડાનું વેચાણ કરી પરિવારને મદદરૂપ બનશે

સાયલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વનિર્ભર દિવ્યાંગોની અનોખી પહેલ 1 વિકલાંગ રૂ. 6થી 8 હજારની કમાણી કરે છે

સ્વનિર્ભર બનવાનું ઉત્તમ ઉદાહર હોય તો તે છે સાયલાના આશીર્વાદના વિકલાંક ભાઇ-બહેનો છે. 35થી વધુ વિકલાંગ 50,000થી વધુ દીવડા બનાવીને સંસ્થા, સ્કૂલ અને કંપનીઓમાં વિતરણ કરીને 1 વિકલાંગ રૂ6 થી 8 હજારની કમાણી કરે છે. જેના કારણે વિકલાંગ દિવાળીના પર્વમાં પરિવારને આર્થિક મદદ કરીને ઉત્તમ ઉદાહરણ બની રહયા છે.

સાયલાના આશીર્વાદ વિકલાંક સેન્ટર દિવ્યાંગોને ટ્રાઈસિકલ સહિત અન્ય સાધન સહાય કરે છે. રોજગાર ટ્રેનિંગ સાથે રોજગારી મેળવવા માટે નાની-મોટી વસ્તુઓ અને દિવ્યાંગોને શિક્ષણ પણ અહીં આપવામાં આવે છે. દિવાળીના પર્વ નજીક આવી રહયા છે ત્યારે 35થી વધુ દિવ્યાંગ ભાઇ બહેન 50,000થી વધુ દીવડા બનાવીને ઘેર ઘેર પ્રકાશના પર્વની ઉજવણી કરવા જહેમત ઊઠાવી રહ્યા છે.

આ બાબતે સંસ્થાના વડા અંજનાબેન આચાર્યના જણાવ્યા મુજબ સંસ્થા માતબર રકમનું રોકાણ કરીને માટીના દીવડા માટે કાચુ મટિરિયલ થાન, અમદાવાદ સહિતના શહેરોમાંથી ખરીદી આવે છે. દિવ્યાંગો દીવડા, નયનરમ્ય રંગથી સજાવટ, સુતરની વાટ, મીણ સહિત પેકિંગ કરે છે.

દિવ્યાંગોએ 85,000થી વધુ બોક્ષ બનાવે છે અને 1 દીવડામાં દિવ્યાંગને રૂ.1થી વધુ મળે છે. જેના કારણે દિવ્યાંગ રૂ. 6થી 8 હજારની કમાણી કરે છે. તમામ દીવડાઓના વેચાણ સંસ્થા, સ્કૂલ અને કંપનીઓમાં દિવ્યાંજ સાથે સહ કર્મચારી ગીતાબેન પટેલ, સુરીંગભાઇ રાઠોડ સાથે રહીને વેચાણ કરે છે જેના કારણે દિવ્યાંગ દિવાળીના પર્વમાં પરિવારને આર્થિક મદદ કરીને ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...