રજૂઆત:સાયલાના થોરીયાળી ડેમમાં મશીન દ્વારા પાણી ચોરી અટકાવવા માગ

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી ચોરી થતી હોવાના કારણે કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ સરપંચે લેખિત રજૂઆત કરી

સાયલા શહેરના નગરજનોને થોરીયાળી ડેમનું પાણી પીવા લાયક છે. ત્યારે થોરીયાળી ડેમના અનામત પાણીના જથ્થાની પાણી ચોરી થતી હોવાની સાયલા સરપંચે રજુઆત કરી છે. તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ નહીં થરાય તો થોડા સમયમાં પાણીનો કકળાટ શરૂ થવાની દહેશત જોવા મળશે.

સાયલાની 20 હજારને આંબી રહેલી વસ્તી માટે એક માત્ર થોરીયાળી ડેમનું પાણી પીવા લાયક છે. અને ગ્રામ પંચાયત જુદા જુદા ઝોનમાં શહેરમાં પાણી વિતરણ કરે છે. થોરીયાળી ડેમમાંથી સિંચાઇનું પાણી છોડયા બાદ સરપંચ, સદસ્યોએ થોરીયાળી ડેમના અનામત પાણીના જથ્થાની ચિંતા કરીને ઉપવાસ આંદોલન કર્યા અને તંત્રે ખાત્રી આપતા મામલો શાંત થયો હતો. પરંતુ છેલ્લા કેટલા સમયથી ડેમમાંથી પાણી ચોરી શરૂ થઇ છે.

આ બાબતે સાયલા ગ્રામ પંચાયત સરપંચ અજયસિંહ ઝાલાએ થોરીયાળી ડેમમાં 5.50 ફુટ પાણીનો જથ્થો હોવાનું અને જેમાં અંદાજીત 3 ફુટના બુરાણ હોવાથી પાણીનો જથ્થો નહિવત હોવાનું જણાવ્યુ છે. વધુમાં સરપંચે થોરીયાળી ડેમમાં ખેડૂતો દ્વારા મશીન દ્વારા પાણીની બેફામ ચોરી કરતા હોવાની પણ લેખીત રજુઆત કલેકટર સહિત ઉચ્ચકક્ષાએ કરી છે. આ બાબતે તંત્ર દ્વારા પાણી ચોરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં ન આવે તો સાયલા શહેરમાં થોડા સમયમાં પાણીનો કકળાટ શરૂ થવાની દહેશત જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...