તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:દબાણ દૂર ન કરતાં DDOની કાર્યવાહી, સાયલાના શાપર-બ્રહ્મપુરીના મહિલા સરપંચને નોટિસ

સાયલા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોદ્દા પરથી દૂર કેમ ન કરવા તે જણાવ્યું

સાયલા તાલુકાના અંદાજીત 2000થી વધુ વસ્તી ધરાવતા શાપર-બ્રહ્મપુરી સયુંકત ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તરીકે પાંચુબેન ભીખાભાઇ બાંટીયા કાર્યભાર સંભાળી રહ્યા છે. શાપર ગામે સર્વે ન. 237 વાળુ નવા ગામતળની જમીનમાં કેટલાક સમયથી દબાણ છે. આ બાબતે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની લેખીત જાણ કરી હોવા છતાં પંચાયત દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી નથી. તેમજ રાજાશાહી વખતના ઉતારાનું મકાન જે ગ્રામ પંચાયતને સોંપવામાં આવેલુ. પરંતુ પંચાયત હસ્તક હોવા છતાં તે મકાનમાં અન્ય વ્યકિતનો કબજો જોવા મળેલ છે.

આ બાબતે સરકારી મિલકતની જાળવણી બાબતે પણ મહિલા સરપંચને લેખીત જાણ કરવામાં આવી હતી. પરંતુ નવા ગામતળનું દબાણ અને ઉતારાવાળા મકાનના કબજેદાર સામે સરપંચ દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતા જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.હુડાએ નોટીસ આપી હોદા ઉપરથી દૂર કેમ ન કરવાનુ જણાવીને નોટીસ આપતા પંચાયતમાં દોડધામ શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો