તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોના જાનનું જોખમ:સાયલા નેશનલ હાઇવેના નમેલા વીજપોલથી અકસ્માતનો ભય

સાયલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયલા નેશનલ હાઇવે પાસે વીજપોલ નમી ગયેલી હાલતમાં જોવા મળે છે. - Divya Bhaskar
સાયલા નેશનલ હાઇવે પાસે વીજપોલ નમી ગયેલી હાલતમાં જોવા મળે છે.
  • મોટા પ્રમાણમાં વાહનવ્યવહાર છતાં તંત્ર કામગીરી કરતું નથી

સાયલા નેશનલ હાઇવેથી રાત-દિવસ વાહન વ્યવહાર મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે હાઇવે નજીક ભયજનક વીજ પોલ છે વાવઝોડા, વરસાદમાં અનેક વાહનચાલકો માટે જોખમરૂપ બન્યા છે. આથી રાજકોટ તરફ જતા મુસાફરો અને ખાનગી વાહન માટે પીકઅપ સ્ટેન્ડ બનતા લોકોના જાનનું જોખમ વધી રહ્યું છે.

સાયલા નેશનલ હાઇવેના રાજસોભાગ આશ્રમના પ્રવેશ દ્વાર સામે અને રાત દિવસ વાહન વ્યવહારથી ધમધમતા નેશનલ હાઇવે નજીક વીજ પોલ ભયજનક ઊભો છે. જે વાવઝોડા, વરસાદમાં અનેક વાહનચાલકો માટે આફતરૂપ બનતા વીજ પોલ બદલવાની ગ્રામજનોની રજૂઆત થવા પામી છે.

પરંતુ વીજ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરાતી નથી. નેશનલ હાઇવે, સુદામડા, સાયલાથી પસાર થતા હેવી વાહનચાલકો માટે પરેશાન બનેલ આ વીજ પોલ પાસે રસ્તાના ડાયવર્ઝન માટે ઉપયોગી પથ્થર પણ છે. અકસ્માત, વરસાદ અને ભારે પવનમાં જાનહાની થાય તે પહેલા વીજ પોલને ઉતારી લઇને નવા વીજ પોલની કાર્યવાહી કરે તેવું વાહન ચાલકો અને રાજસોભાગ સોસાયટીના રહીશોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...