તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ડોળીયામાં 200 એકરમાં શાકભાજી સહિતનો પાક વીજળી વગર નિષ્ફળ

સાયલા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયલા વીજ કચેરી દ્વારા કાર્યવાહી ન થતાં ખેડૂતો પરેશાન
  • ખેડૂતો સાયલા વીજ કચેરીએ પહોંચ્યા પરંતુ અધિકારી હાજર ન હોવાથી જિલ્લાના અધિકારી સાથે ટેલિફોનિક રજૂઆત કરી

સાયલાના ડોળીયા ગામના ખેડૂતોએ સેજકપર ફીડરના ખેતી વીજ પ્રવાહ બંધ હોવાની અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા મોટી સંખ્યામાં ખેડૂતો સાયલા વીજ કચેરીએ દોડી આવ્યા હતા. પરંતુ અધિકારી હાજર ન હોવાથી રોષ સાથે ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી હતી.સાયલાના સૌથી મોટા ડોળીયા ગામની વસ્તી 5000 આંબી રહી છે. ત્યારે વાવઝોડાના કારણે પારાવાર નુકશાન થયુ છે. અને સેજકપર ફીડરમાં ફોલ્ટ થતા ખેતી વીજ પ્રવાહ બંધ થયો છે. આ બાબતે તંત્રને વીજ પ્રવાહ ઝડપભેર શરૂ કરવા રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી ન કરતા ખેડૂતોના પાકને નુકશાન થયું છે.

આ બાબતે સરપંચ દિલીપભાઇ સણોથરા, ઉપ સરપંચ પ્રભાતસિંહ શિવુભા, ત્રિભોવનભાઇ બેચરભાઇ, રણજીતસિંહ વજુભા, ધનજીભાઇ ખીમાભાઇ, દિલીપભાઇ દલસુખભાઇ, પ્રેમજીભાઇ ધરમશીભાઇ સહિતના મોટી સંખ્યામાં ખેડૂતો સાયલાની વીજ કચેરીએ દોડી આવ્યા હતા. અને 45થી વધુ વાડી વિસ્તારના વીજ કનેકશન બંધ હોવાથી 200 એકરમાં શાકભાજી સહિતના ટપકથી ઉભેલા વાવેતર પણ વીજળી વગર નિષ્ફળ બની રહ્યુ છે. છતા પાણીએ પાક નિષ્ફળ જતા ખેડૂતો આર્થીક મુશ્કેલી ભોગવી રહ્યા છે. આ બાબતે કચેરીમાં ઉચ્ચ અધિકારી હાજર ન હોવાથી રોષ સાથે જિલ્લાના અધિકારી સાથે ટેલીફોનિક રજૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...