તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:સાયલામાં ખેતરમાં ઢોર ભેલાણ કરી નુકશાન કરનાર 4 સામે ફરીયાદ

સાયલા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાયલાના મઢાદ તરફની સીમ જમીનમાં કપાસનું વાવેતર કરના ચીકાભાઇ ગોગજીભાઇ કચીયા અને તેમના પત્ની લાભુબેન અને મજુર સાથે કપાસ વિણતા હતા. આ દરમિયાન ભરવાડ રત્નાકર દેવકરણ, હરીભાઇ દીલાવરભાઇ મીર, ગેલાભાઇ મોહનભાઇ અને ભરતભાઇ ભગાભાઇ મીર પોતાના ગાય અને ભેંસ સહિત 50થી વધુ માલ ઢોર લઇ ખેતરમાં ભેલાણ કરતા ખેતરમાંથી માલ ઢોર બહાર લઇ જવાનું કહેતા ઉશ્કેરાઇ ગયેલા ભરવાડ યુવાનોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને ખેતરના કપાસના રૂ. 25 હજારનું નુકશાન કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે સાયલા પોલસ સ્ટેશને 4 શખ્સો સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...