વીમાની રકમની ઉચાપત:ચૂડાના કંથારિયાના પોસ્ટ માસ્તરને નાણાની ઉચાપત બદલ 3 વર્ષની સજા

ચુડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 7500ની દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની કેદ

ચુડા તાલુકાના કંથારિયા ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ વીમાની રકમની ઉચાપત કરી હતી. જે અંગેનો કેસ ચુડા કોર્ટમાં ચાલી જતાં કોર્ટે પોસ્ટ માસ્તરને 3 વર્ષની સજા અને 7,500 રૂ.નો દંડ ફટકાર્યો હતો. દંડની રકમ ન ભરે તો વધુ વધુ 6 માસની કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો.

ચુડા તાલુકાના કંથારિયા ગામની પોસ્ટ ઓફિસમાં 29 ફેબ્રુઆરી-2008ના રોજ પી.કે. બોઘારા અને એમ.કે.દંતેરીયાએ પોસ્ટ લાઈફ ઈન્શ્યોરન્સનો વીમા માટે રૂ.9,670 પોસ્ટ માસ્તર જયેન્દ્રસિંહ ઉર્ફે સખુભા રતુભા રાણાને આપ્યા હતા. પરંતુ પોસ્ટ માસ્તરે વીમાની રકમ પોસ્ટમાં જમા કરવાને બદલે અંગત ઉપયોગમાં લીધી હતી. 2 મહિના બાદ તા.12 એપ્રિલ 2008ના રોજ સુખુભાએ રૂ.9,670 પોસ્ટ ઓફિસમાં જમા કરાવી દીધા હતા. લીંબડી સબ-ડિવિઝન પોસ્ટ ઓફિસના ઈન્સ્પેક્ટર કે.એસ.ઠક્કરને કંથારિયા પોસ્ટ ઓફિસમાં વીમાના પ્રિમિયમમાં ઉચાપત થઈ હોવાના પૂરાવા મળતા તેમણે ચુડા પોલીસ મથકે પોસ્ટ માસ્તર સુખુભા સામે ફરિયાદ દાખલ કરાવી હતી. તા.12 જાન્યુઆરી 2009ના રોજ કોર્ટમાં કેસ રજીસ્ટર થયો હતો. 13 વર્ષ 9 મહિના અને 3 દિવસે કેસનો ચુકાદો આવ્યો હતો.

સરકારી વકીલ જે.એચ. મકવાણાએ જણાવ્યું કે, આરોપી જયેન્દ્રસિંહ ઉર્ફે સુખુભા વિરુદ્ધ જે ગુનો પુરવાર થયો છે. તેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આરોપીને મહત્તમ સજા ફટકારી સમાજમાં દાખલો બેસે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...