તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટૅન્કરમાંથી કૅમિકલ ચોરવાનું કૌભાંડ:સાલાના ગોસળ પાસે દરોડો પાડતા હોટલમાલિક સહિત 2 ઝડપાયા, 5 ફરાર; 54.29 લાખના કૅમિકલ સહિત 1 કરોડથી વધુની મતા જપ્ત કરી

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સાયલાના ગોસળ પાસે આવેલી હોટલ સામેના મેદાનમાં 3 માસથી કેમિકલ ભરેલા ટેન્કરમાંથી કેમિકલ કાઢીને વેચાણ કરતાની બાતમી ડીવાય એસપી સી.પી.મુંધવા મળતા સાયલા પીએસઆઇ, ઝેડ.એલ.ઓડેદરા સહિત પોલીસ કર્મીઓએ ગોસળ પાસેના ઉદયરાજ યુપી બીહાર દરભંગા હોટલમાં રેડ કરતા ટોલીયન અને એઝાયેલ હાઇઝાઇન ભરેલા 3 ટેન્કરમાંથી 5 વ્યકિતઓ સીલ તોડી કેમીકલ કાઢતા હતા. પોલીસે હોટલ માલિક વનરાજભાઇ ખાચરને રોકડ રૂ.24200 અને રૂ.3000ના મોબાઇલ અને રમેશસા શ્રિહજારા હલવાઇને રોકડ રૂ. 5200 અને રૂ. 500ના મોબાઇલ ઝડપી લીધા હતા.

વધુ પૂછપરછ કરતા રમેશસાએ બાઇક મારફતે કેરબા ભરી કેમિકલ ખાલી કરવાના રૂ. 20,000 મળતા હોવાનું જણાવતા પોલીસે વધુ પૂછપરછમાં હોટલ પાછળ આવેલા વલકુભાઇ કાઠીદરબારના ખેતરમાં છુપાવતા હોવાનું બહાર આવ્યુ હતુ. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરતા તલના વાવેતરના ખેતરમાં 200 લીટરના 16 પીપ, 500 લી.ટાંકી મળી આવી જેમાં 7 પીપમાં કેમીકલ અને ટાંકીમાં 1200 લીટર જેટલું કેમીકલ હતું.

પોલીસે 3 ટેન્કરમાંથી મળી આવેલા 68780 કિ.ગ્રા કિંમત રૂ. 54,29,084, અને બેરલમાં 1200 લી. કિંમત રૂ.1,15,200 સહિત 3 ટેન્કર, રોકડ, બેરલ, સાધન, મોબાઇલ સહિત રૂ 1,010,3,234ના મુદામાલ સાથે 2 આરોપીને ઝડપી લઇ વલકુભાઇ, શીવરાજભાઇ અને નાસી છુટેલા 3 ટેન્કર ચાલકો સામે ગુનો દાખલ કરીને ઝડપી લેવા કાર્યવાહ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...