સાયલા તાલુકા મથકના ગામે એસટી બસની સુવીધા માટે વરસોથી મુસાફરો પરેશાન બની રહ્યા છે. પહેલા શહેરમાં એસટી બસ સ્ટેન્ડ હોવાથી એકસપ્રેસ બસ નેશનલ હાઇ-વેથી પસાર થતી અને હવે, નેશનલ હાઇ-વે પાસે 1.37 કરોડોના ખર્ચ બસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. ત્યારે એસટી બસ ઓવરબ્રિજ ઉપરથી પોબારાભણી રહેતા મુસાફરો હાથ ગસતા રહે છે.
આ બાબતે સાયલા દલીત સમાજના કાર્યકર ચિરાગભાઇ જાદવે સહિતના યુવાનોએ એસટી બસના ઓરમાયા વર્તન સામે લેખિત રજૂઆત કરી છે. જેમાં, રાજકોટ અને અમદાવાદ તરફની આવતી એસટી બસ ઓવરબ્રિજથી પસાર થાય અને સાયલાના મુસાફરો હોય તો સાયલા સર્કલે ઉતારે છે જે બસ સ્ટેશન સુધી ન આવતા અનેક મુસાફરો રઝળી પડે છે જેના કારણે રાજકોટ તરફના શહેરોમાં જતા મુસાફરો પરેશાન બની રહ્યા છે. જેના કારણે સાયલા બસ સ્ટેશન મુસાફર વિહોણું બની રહ્યું છે.
ઓવરબ્રિજ હોવાથી મુસાફરો બન્ને બાજુથી દુ:ખી
સાયલા સર્કલના કારણે ઓવરબ્રિજ શરૂ થતા ખાનગી વાહનો, લકઝરી સહિતના વાહનો બ્રિજ ઉપરથી પસાર થાય છે. જ્યારે એસટી બસ સાયલા સ્ટોપેજ હોવા છતાં એસટી બસ સ્ટેન્ડમાં આવતી નથી. જેના કારણે એસટી સેવા અને ખાનગી વાહનોથી વંચિત મુસાફરો કલાકો સુધી દોડધામ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.