તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાતનો પ્રયાસ:ઉપવાસ બાદ પણ જમીનનો કબજો નહીં મળતાં આત્મવિલોપનનો પ્રયાસ

સાયલા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાંથણીમાં જમીન મુદ્દે લિંબાળાના 12 સહિત 14એ આંદોલન કર્યું હતું

લિંબાળા ગામના 12 અને અન્ય ગામોના 2 લોકો સહિત 14 લોકોએ સાંથણીમાં જમીન ફાળવવામા નહીં આવતા સાયલા મામલતદાર કચેરીએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. જેમાં અધિકારીઓ દ્વારા કોઇ કાર્યવાહી હાથ ન ધરવામાં આવતા સોમવારે સાંજે એક યુવાન કેરોસીનના ડબલા સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ બાબતની પોલીસને જાણ થતાં પોલીસે આવી પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

સાયલા તાલુકાના ગામોમાં સરકાર દ્વારા ખેતીની જમીન ધરાવતા ખેતમજૂરોને સાંથણીની જમીન ફાળવવામાં આવે છે. ત્યારે લિંબાળા અને અન્ય 2 ગામોના સહિત 14 લોકોને સાંથણીની જમીન ફાળવવા બાબત રજૂઆત કરાઈ છે. જ્યારે લિંબાળામાં સરકાર દ્વારા 44 લોકોને સાંથણીની જમીન આપવામાં આવી છે. પરંતુ લાભાર્થીઓને કબજો સોંપવામાં નહીં આવતા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.

રોહિત સમાજને મળેલી સાંથણીની જમીન માથાભારે તત્ત્વોએ પચાવી પાડી અને તે જમીનનું દબાણ દૂર કરવાની માગણી સાથે સાંગોઈ ગામના હિતેષભાઇ લખમણભાઇ વાઘેલા અને નારણભાઈ દેવાભાઈ અને ભીમાભાઇ નથુભાઈ અને રાજાભાઈ મુળાભાઈ સહિતના લાભાર્થીઓએ જમીન ફાળવવામાં ન આવે ત્યાં સુધી સાયલા કચેરીના પરિસરમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. આ બાબતે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા હિતેષભાઈ લખમણભાઈ વાઘેલાએ સોમવારે સાંજે આત્મવિલોપનની ચીમકી આપી હતી. આ બાબતે પોલીસને જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને યુવાનને સમજાવવામાં સફળ રહી હતી. આ બાબતે તંત્ર દ્વારા સાંથણીની જમીનનું દબાણ દૂર કરવાની બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો