સારવાર અર્થે ખસેડાયો:માટી ભરવા મુદ્દે યુવકને 2 ​​​​​​​શખ્સોએ માર મારી બંદુક બતાવીૉ ધમકી આપી

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયલાના ગોસળ ગામમાં બનેલો બનાવ

સાયલાના ગોસળ ગામની સીમ જમીનમાંથી યુવાન અને તેનો મિત્ર ટ્રેકટરમાં માટી ભરતા હતા. આ દરમિયાન 3 શખ્સોએ જમીનમાં અમારો કબજો છે તેમ કહીને ઉશ્કેરાઇ જઇને યુવાનને હાથના ભાગે લાકડી માર મારીને અન્ય 2 શખ્સોએ બંદુક બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

સાયલાના ગોસળ ગામની સીમની ડભાળા તરીકે ઓળખાતી જમીનમાંથી રાજદીપભાઇ રણુભાઇ ધાધલ અને તેનો મિત્ર મહેશભાઇ વલકુભાઇ ખાચર પોતાની જમીનમાં માટી નાંખવા માટે ટ્રેકટરમાં ભરતા હતા. આ દરમિયાન સ્કોપીઓ કાર લઇને આવેલા શીવકુભાઇ ટપુભાઇ ખાચર, જયરાજભાઇ શીવકુભાઇ ખાચર, સંજયભાઇ ભરતભાઇ ખાચરે જમીનમાં અમારો કબજો છે તેમ કહીને ઉશ્કેરાઇ જઇને ગાળો આપી હતી.

આ બાબતે રાજદીપભાઇએ ગાળો આપવાની ના પાડતા શીવકુભાઇ પાસે રહેલી લાકડી માર મારીને રાજદીપભાઇના હાથે ઇજા કરી હતી. જયારે જયરાજભાઇ અને સંજયભાઇએ બંદુક બતાવીને આ સગી નહી થાય તેમ કહીને બન્નેને ભડાકો કરી પતાવી દેવાની ધમકી આપી કાર લઇને નાસી છુટયા હતા. ઇજાગ્રસ્ત રાજદીપભાઇને સાયલા દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. આ બાબતે સાયલા પોલીસને જાણ થતા દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...