તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:સાયલા-ચોટીલાના સ્વ.હોમગાર્ડ જવાનના પરિવારને સહાય અપાઈ

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયલા હોમગાર્ડ યુનીટના પરિસરમાં કલ્યાણ નીધી મરણોત્તર ફંડના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
સાયલા હોમગાર્ડ યુનીટના પરિસરમાં કલ્યાણ નીધી મરણોત્તર ફંડના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
  • રૂ.1,55,000ની સહાયના ચેક અર્પણ કરાયા

સાયલા અને ચોટીલા તાલુકાના હોમગાર્ડ જવાનને કલ્યાણનીધી મરણોત્તર સંજોગોમાં રુ1,55,000ની સહાય મંજુર થતા તેમના વારસદાર પત્નીને ચેક અર્પણ કર્યો હતો. તમામ અધિકારીની ઉપસ્થીતીમાં સ્વર્ગસ્થ હોમગાર્ડ જવાનની સેવાને બિરદાવી હતી.

સાયલા અને ચોટીલાના હોમગાર્ડ જવાનનો રાત્રીના સમયે પહેરો લગાવી લોકોના મકાન, દુકાનની સુરક્ષા કરે અને દિવસે હાઇવેના ટ્રાફીક સહિતની કામગીરી કરતા જોવા મળે છે. ત્યારે સાયલાના સ્વ.વાલજીભાઇ હરખાભાઇ રાઠોડ અને ચોટીલાના સ્વ.રમેશચંદ્ર હેમશંકર જાનીને કલ્યાણનિધિ મરણોત્તર સંજોગોમાં એક હોમગાર્ડ જવાનને રૂ.1,55000ની સહાય મંજૂર થઈ હતી.

સાયલા હોમગાર્ડ યુનિટે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ભુપેન્દ્ર એસ.પટેલ, પ્રદિપસિંહ રાણા, ગીરધરભાઇ અઘારા, ધર્મેન્દ્રસિંહ રાણા,નિતિનભાઇ અને જયેશભાઇ મહેતાની ઉપસ્થિતિમાં બંને પરિવારના વારસદાર પત્નીને ચેક અર્પણ કરાયાં હતાં તમામ અધિકારીની ઉપસ્થિતિમાં સાયલા, ચોટીલાના સ્વર્ગસ્થ હોમગાર્ડ જવાનની સેવાને બિરદાવી હતી.બંને પરિવારજનોને માતબર રકમનો ચેક મળતા પરિવારજનોમાં નવી આશાનો સંચાર જોવા મળતો હતો.

અન્ય સમાચારો પણ છે...