અરેરાટી:વાહનમાં બેસવા જતાં જ કિશોર અચાનક સ્કૂલના દરવાજા પાસે ઢળી પડ્યો

સાયલા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મિત ચૌહાણ - Divya Bhaskar
મિત ચૌહાણ
  • સાયલાની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીના મોતથી અરેરાટી

સાયલાના મોડેલ સ્કૂલમાં સોમવારે ધો. 9માં અભ્યાસ કરતા મિત લક્ષ્મણભાઈ ચૌહાણ નામનો વિદ્યાર્થી સ્કૂલ છૂટતા વાહનમાં બેસવા જતા પહેલા અચાનક સ્કૂલના દરવાજા પાસે ઢળી પડ્યો હતો. વિદ્યાર્થીઓમાં બૂમાબૂમ થતા આચાર્ય, શિક્ષકો દોડી આવ્યા અને બેભાન વિદ્યાર્થીને ખાનગી વાહનમાં સરકારી દવાખાને લઇ જતા મોત થયું હતું. લાશને પીએમ માટે મોકલી આપી હતી. આ બાબતે પરિવારજનોને જાણ થતા આક્રંદ જોવા મળતો હતો.

સાયલાના સતવારા પરામાં રહેતા મિત લક્ષ્મણભાઇ ચૌહાણ સોમવારે સાંજે સ્કૂલનો સમય પૂરો થતા ખાનગી વાહનમાં બેસવા જતો હતો. આ દરમિયાન અચાનક સ્કૂલના દરવાજા પાસે ઢળી પડ્યો હતો. બેભાન બનેલા વિદ્યાર્થી મિતને જોઇને સાથી વિદ્યાર્થીઓમાં બૂમાબૂમ કરી હતી. આથી આચાર્ય રાજુભાઇ પરમાર સહિતના શિક્ષકો દોડી આવ્યા અને મિતને સાયલા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા મિતનું મોત થયું હતું.

આ બાબતે સાયલા પોલીસને જાણ થતા લાશને પીએમ માટે લઇ જવામાં આવી હતી. વધુ પીએમ બાદ મિતના મોતનું સાચુ કારણ જાણી શકાશે. હાલમાં પરિવારજનોને જાણ થતા આક્રંદ જોવા મળતો હતો.

અન્ય સમાચારો પણ છે...