સાયલા ગ્રામપંચાયતમાં છેલ્લા તલાટી, સરપંચ અને સદસ્યોએ શેરીમાં પંચાયત કચેરી શરૂ કરી નગરજનોની રજુઆત અને નિકાલ સાથે ઘર આંગણે વેરા વસુલાતની કામગીરી શરૂ કરી હતી.જેમાં વોર્ડ નં 8માં સારો પ્રતિસાદ મળતા બુધવારના રોજ વોર્ડ 9 માં રૂ.65, 000ની માતબર રકમ વસુલવામાં આવી હતી.
સાયલા 16 હજારની વસ્તી ધરાવતા જિલ્લાની મોટી સાયલા ગ્રામ પંચાયતમાં ઘર, પાણી, વિજળી સહિતના માસીક રૂ. 2 લાખ વેરો જોવા મળે છે. પરંતુ છેલ્લા એક દાયકાથી અંદાજીત 1 કરોડથી વધુ રકમ વેરા પેટે બાકી જોવા મળે છે. જેના કારણે શહેરના વિકાસના કામો ખોરંભે જોવા મળે છે. ત્યારે સરપંચ અજયરાજસિંહ ઝાલાએ માંગણાબીલ માટે શેરીમાં પંચાયત કચેરી શરૂ કરવાનો અભિગામ અપનાવ્યો વોર્ડની દાદ-ફરીયાદનો સ્થળ ઉપર નિકાલ આવે તેવી પહેલ કરી છે.
લોકોના ઘર, પાણી, વિજળી સહિતના માંગણા બીલ પણ ભરપાઇ થઇ શકે તેવો ઉમદા હેતુ જોવા મળતો હતો. જેમાં વોર્ડ નં 8ના સદસ્ય મહિપતસિંહ ચાવડાએ વિસ્તારના 200થી વધુ લોકોની માંગણાની રકમ રૂ.70,000ની રકમ ભરણું આવતા ગ્રામ પંચાયતે બુધવારના રોજ વોર્ડ 9ના સદસ્ય પિન્ટુભાઇ જાડેજા સાથે રહીને તલાટી મંત્રી નિતિનભાઇ ગોલાણી સહિત કર્મીઓએ રૂ.65, 000ના બાકી વેરાનું માંગણાની વસુલાત કરી હતી લોકોને ઘર આંગણે વેરા વસુલાતની કામગીરીની શરુ થતા પંચાયતની આવકમાં વધારો થયો છે.
9 માસમાં 42 લાખના વેરાની વસુલાત કરી
આર્થીક સંકડામણમાં રહેલી ગ્રામ પંચાયતે શેરીમાં વસુલાતના અભિગમનો સારા પ્રતિસાદ મળતા છેલ્લા 9 માસમાં રુ.42 લાખનો વેરો વસુલ કરવામાં આવ્યો છે જેના કારણે ગ્રામ પંચાયતના રોજમદારો અને કર્મચારીઓના પગાર અને વિકાસના કામોને વેગ મળી રહયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.