પરંપરા:સાયલા પંથકમાં આપા જાદરે દર બીજે સહીયારા ભોજનની પરંપરા

સાયલા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાયલાના જશાપર અને થોરીયાળીની ત્રિભેટે આવેલા આપા જાદરાના થાકળે (ઓટલે) પોતાના પરિવારના સુખ-શાંતિના આશિર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આપા જાદરા સોનગઢથી પાળીયાદ ચાલીને જતા માલધારી અને સેવકોના આગ્રહવશ બની ખારભમણુ (ભોજન) કરી સહીયાર ભોજનમાં કરવાની અને તેમાં લોકો અને પરિવારની સુખ શાંતિ રહેલી છે.

તેવા આશિર્વાદ આપ્યા હતા. તેના કારણે આજે પણ દરેક જ્ઞાતિના લોકો આપા જાદરાના થાકળે માથુ ટેકવે છે. અને પોતાના પરિવાર સાથે આવેલા લોકો દૂધ ભાત અને ગોળ ધરાવી પરંપરાગત દર બીજ વાપરવામાં અનોખી પ્રણાલીકા જોવા મળી રહી છે. વિજયબાપુ માત્રાબાપુ ભગના હસ્તે જાદરાબાપુની મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ મહોત્સવમાં અનેક સંતો, મહંતોએ આર્શિવચન આપ્યા હતા. કળશ ટ્રેડર્સ ગૃપ દ્વારા મહા પ્રસાદનું આયોજન કરાયું હતું મોટી સંખ્યામાં ઉમટેલા પરિવારજનોએ મહાપ્રસાદ લઇને પાવન બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...