રજૂઆત:લીંબડી, સાયલામાં વિવિધ પડતર પ્રશ્નોને લઇ આંગણવાડી કર્મીઓએ આવેદન પાઠવ્યું

સાયલા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયલામાં આંગણવાડીના કર્મચારીઓએ બેનર સાથે સાયલા મામલતદારને આવેદન આપ્યું. - Divya Bhaskar
સાયલામાં આંગણવાડીના કર્મચારીઓએ બેનર સાથે સાયલા મામલતદારને આવેદન આપ્યું.
  • આશા વર્કરો, આશા ફેસિલેટરનો પગાર વધારા સહિતની માગ કરી હતી

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ પ્રશ્ને આંગણવાડી કર્મી પરેશાન છે. આથી સાયલા અને લીંબડીમાં આવેદન પાઠવી આંગણવાડી વર્કર અને હેલ્પરોએ પગાર લઘુતમ વેતન આપવા અને નિવૃતિ સમયે સરકારી લાભો આપવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી.

સાયલા :સાયલા તાલુકાના 91 આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી વર્કર રૂ.7800થી માનદ વેતનથી અને રૂ.3900ના વેતનથી કામ કરતા હેલ્પરની પગાર મળે છે સરકારમાં માનદ વેતનથી કામ કરતા આંગણવાડીના સંચાલકોએ મોંઘવારીના સમયે લઘુવેતન આપવાની અનેક રજૂઆતો કરી હતી.

પરંતુ સરકારે કોઇ માગ સ્વીકારી નથી. આંગણવાડી વર્કરો અને હેલ્પરોના પરિવારજનોની કોરોનાની સ્થિતિ અને મોંઘવારીના સમયમાં માઠી દશા જોવા મળી રહી છે. આ બાબતે સાયલા તાલુકાના વર્કરોએ રૂ.18,000થી 22,000ના લઘુતમ વેતન આપવા તેમજ સરકારી લાભ તેમજ વયમર્યાદા બાદ નિવૃત્તિના સમયે નિયમ મુજબ લાભ આપવા પણ રજૂઆત કરવામાં આવી છે. વધુમાં રજિસ્ટ્રેશન અને મોબાઇલ એપની બન્ને કામગીરી સમયે એક સિસ્ટમની અમલમાં મૂકવાની પણ ઉગ્ર રજૂઆત સાયલા મામલતદારને આવેદન આપીને કરવામાં આવી હતી.

લીંબડી : લીંબડી તાલુકાના આશ વર્કરોએ પડતર પ્રશ્નોને લઈને રેલી યોજી, સૂત્રોચ્ચાર કરી તાલુકા હેલ્થ કચેરી તથા સેવા સદન ખાતે આવેદન આપ્યું હતું. આશા વર્કરો તથા આશા ફેસિલેટરનો પગાર વધારો, કાયમી નિમણૂક, પ્રસુતિની રજા મંજૂર, દર માસે નિયત પગાર ચૂકવણી કરવી સહિતની માગ મંજૂર કરવા આવેદન આપવામાં આવ્યું હતું. પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...