હાલાકી:સાયલા તાલુકામાં ખેતીવાડી ફીડર બંધ અને અનિયમિતની કાગારોળ

સાયલા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્ય ભાસ્કરે 40 સરપંચનો સંપર્ક કરતા ખેડૂતો પરેશાન હોવાનું જાણ્યું
  • ફીડ બંધ હોવાથી બિયારણ, શાકભાજી નિષ્ફળ જવાના એંધાણ

સાયલા તાલુકામાં ખેડૂતોએ બીયારણ રોપી દઇને ખેતીની શરૂઆત કરી છે. ત્યારે સાયલા તાલુકાના 50થી વધુ ગામોમાં ખેતીવાડી ફીડર બંધ અને અનિયમિત હોવાથી ખેડૂતોના 110 હેકટરમાં થયેલી વાવણી સમયે રૂ. 15 લાખથી વધુ નુકશાની અને ફરી બીયારણનો ખર્ચ થશે. આ બાબતે દિવ્ય ભાસ્કરે 40થી વધુ સરપંચોના સંપર્ક કરતા ખેતીવાડી ફીડર બાબતે રોષ જોવા મળતો હતો.સાયલા

તાલુકામાં 64 ગામડાના ખેડૂતો કપાસ, મગફળી સહિત પાકના બીયારણ રોપી વરસાદની રાહમાં બેઠા છે. 50થી વધુ ગામોમાં કપાસ અને વાવણી સમયે 1 એકરે અંદાજે રૂ. 5600ના ખર્ચ થતો હોય છે. અનેક ગામમાં ફીડરના થાંભલા, વીજવાયરોને નુકશાન થવાથી ખેતીવાડીનો વીજપ્રવાહ બંધ અને અનિયમિત થતા પરેશાન બની રહ્યા છે.

વીજ અધિકારી કાર્યવાહી કરતા નથી, ફિડરોમાં વીજ પાવર સમસ્યા છે
છેવાડાના તમામ ફીડરોમાં વીજ પ્રવાહની મુશ્કેલી છે. આજે પણ સોખડા, ટીટોડા, નિનામા ખેતી વાડી ફીડરની 50 ટકા લાઇન બંધ છે. જયોતિગ્રામની પણ મુશ્કેલી છે. પરંતુ વીજ કર્મચારીને ખેડૂતોને સહકાર આપે તેમ છતા કોઇ કાર્યવાહી કરતા નથી.- રણછોડભાઇએ, સરપંચ, ધાંધલપુર

​​​​​​​સોશિયલ મીડિયામાં ખેડૂતો રોષ વ્યકત કરે છે
મેસેજ : ખેડૂત તો વધારાના છે એટલે તો પેલા ફેક્ટરીઓમા લાઇટ રિપેરિંગ કરે પસી જો સમય મલે તો વાડી વિસ્તારની લાઇટ રિપેરિંગ કરવા આવે.
મેસેજ : રાજકીય આગેવાનો છડીયાળી ફીડર 8 કલાક પાવરમાં ધ્યાન આપો નહિતર ચૂંટણી ટાણે ખબર પડ છે

અન્ય સમાચારો પણ છે...