તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સાયલા પાસે ડમ્પર-છોટા હાથી વચ્ચે અકસ્માત, 2 ઈજાગ્રસ્ત

સાયલા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાયલાના નેશનલ હાઇવે પાસે ડમ્પરની હડફેટે ભરેલા છોટા હાથી વાહનનો અકસ્માત થયો હતો. - Divya Bhaskar
સાયલાના નેશનલ હાઇવે પાસે ડમ્પરની હડફેટે ભરેલા છોટા હાથી વાહનનો અકસ્માત થયો હતો.
  • 108ની મદદથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા

સાયલા નેશનલ હાઇવે પાસે પૂરઝડપે આવતા ડમ્પર ચાલકે નમકીન ભરેલા છોટા હાથી વાહનને હડફેટે લીધું હતું. જેમાં વાહનચાલક અને અન્ય એક યુવાન ઇજાગ્રસ્ત થતા 108માં સાયલા દવાખાને અને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતાે આ બાબતે સાયલા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સાયલા નેશનલ હાઇવેના 6 લેનના પ્રગતિના કામના કારણે વાહન ચાલકો આડેધડ વાહન ચલાવીને લોકોના જીવ ઊંચા કરી રહયા છે. નેશનલ હાઇવેના એસઆર પંપ નજીક પૂરઝડપે આવતા ડમ્પરચાલકે છોટા હાથ ને હડફેટે લીધી હતી. જેમાં રાજુભાઇ પ્રેમશંકરભાઇ ઠક્કર અને તેની સાથે રહેલા નીતિનભાઇને માથાના ભાગે ઇજા થઈ હતી. અકસ્માતની જાણ થતા યુવાનો દોડી આવી ઇજાગ્રસ્તને બહાર કાઢ્યા હતા. આ બાબતે સાયલા 108ના પાયલોટ વિજયસિંહ જાડેજા અને ઇએમટી પ્રવિણભાઇ વાઘેલાએ બન્ને ઇજાગ્રસ્તોને સાયલા દવાખાને લઇ જવાયા હતા અને રાજુભાઇને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવાયા હતા. આ બાબતે સાયલા પોલીસે ઘટનાસ્થળે જઇને વધુ કાર્યવાહી હાથ ધરીને ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...