તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બિયારણ લેવા જતા કરાડીના યુવાન ખેડૂતને થોરીયાળી પાસે ટ્રકે હડફેટે લીધો

સાયલા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • યુવાનનું સારવાર દરમિયાન મોત, અકસ્માત સર્જી ફરાર થયેલા ચાલક સામે પોલીસે ગુનો નોંધ્યો

સાયલા તાલુકાના કરાડી ગામના યુવાન ખેતી માટે આગોતરા બિયારણ લેવા માટે બાઇક લઇને સાયલા તરફ જઇ રહયા હતા. આ દરમિયાન થોરિયાળી ગામ પાસેના રસ્તે પૂરઝડપે આવતા ટ્રકચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે ટ્રકચાલક અકસ્માત સર્જી ફરાર થઇ જતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સાયલા તાલુકાના કરાડી ગામના જયપાલભાઇ શાન્તુભાઇ ખાચર ખેતીની જરૂરિયાત અને આગોતરા આયોજન સાથે બિયારણ લેવા માટે બાઇક લઇને સાયલા તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન થોરિયાળી ગામના પુલ પાસે ભયજનક વળાંક પાસેના રસ્તે પૂરઝડપે આવતા ટ્રકચાલકે સ્ટયિરિંગ પરનો કાબૂ ગુમાવતા રોંગ સાઇડમાં જઇને સામે આવતા બાઇકને હડફેટે લેતા યુવાનનું બાઇક ટ્રક નીચે ઘૂસી ગયું હતું.

આ બનાવની સાયલા 108ને જાણ થતા ગળા અને મોઢાના ભાગે ઇજાગ્રસ્ત જયપાલભાઇને સાયલા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવામાં આવ્યા હતા. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા યુવાનનું અવસાન થતા પરિવારમાં આક્રંદ ફેલાયો હતો. આ બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...