ભક્તિ:ભાદરવાના પિતૃપક્ષમાં વૃક્ષ, પક્ષી, પશુ અને અતિથિના સન્માન સાથે 16 શ્રાદ્ધની પરંપરા

સાયલા20 દિવસ પહેલાલેખક: પરેશ રાવલ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાદરવાના પિતૃપક્ષમાં ચંદ્રની કળા પ્રમાણે 16 દિવસ પિતૃશ્રાદ્ધ મનાવાય છે

ઝાલાવાડમાં ભાદરવાના પિતૃપક્ષમાં ચંદ્રની કળા પ્રમાણે 16 દિવસ પિતૃશ્રાધ્ધની રસમ મનાવે છે અને તેના આધિપત્ય મુજબ દૂધ અને ખીરનું ભોજનને વધુ મહત્વ આપે છે. વૃક્ષ, પક્ષી, પશુ અને અતિથીને માન-સન્માન આપવાના શ્રાધ્ધપક્ષમાં પિતૃઋણમાંથી મુક્ત થવાની અનેક પરંપરા જોવા મળે છે.

ભાદરવામાં પિતૃભક્તો પોતાના પિતૃઓ ઉપર શ્રધ્ધા રાખી ને તેનું શ્રાદ્ધ નામ આપવામાં આવ્યું છે ત્યારે 15 જુલાઇથી સૂર્ય પિતૃલોક તરફ આગળ વધતા દક્ષિણાયનની શરૂઆત છે. આ સૂર્ય 15 સપ્ટેમ્બર પછી કન્યા રાશિમાં પ્રેતયોની અને તુલા રાશિમાં પિતૃલોકને જગાડતા હોવાની પણ હોવાની માન્યતા છે. જેઓ પુણ્યશાળી આત્મા મૃત્ય બાદ દેવયોનિ અને અતૃપ્ત આત્મા પ્રેતયોનિ તરફ ગતિ કરે છે. અને પ્રેતયોનીનો સબંધ ચંદ્ર સાથે હોય છે તેથી ચંદ્રલોકને પિતૃલોક પણ કહેવાય છે.

પૂનમથી અમાસના 16 શ્રાદ્ધ
ચંદ્રલોકના આધિપત્ય ચંદ્રની 16 કળા છે. તેના કારણે પૂનમથી અમાસ 16 તિથિ હોય છે અને આત્મા જે તિથિએ દેહ છોડે તે મુજબ ચંદ્રની કળામાં સ્થાન પામે છે. એકમનું મરણ થયું હોય તે પહેલી કળામાં તે મુજબ જે પણ તિથિએ મરણ પામે તે ચંદ્રની કળામાં સ્થાન પામે છે

માત્ર અન્ન અને જળથી પિતૃઓ સંતુષ્ટ થાય છે
વિશ્વદેવ, અગ્નિવાતએ હવ્ય, કવ્ય પિતૃને અપર્ણ કરે છે. જેથી પિતૃ દેવ યોનીમાં જન્મ ધારણ કરે તો અર્પણ કરેલું અન્ન અમૃત, ગંધર્વ યોનીમાં ભોગ,પશુ યોનીમાં ઘાસ, નાગ યોનીમાં વાયુ, દાનવમાં માંસ, પ્રેત યોનીમાં રુધીર તેમજ મનુષ્ય યોનીમાં તૃપ્તીકારક પદાર્થની પ્રાપ્તિ થાય છે તેવું શાસ્ત્રોમાં જોવા મળે છે. પીપળે પાણી, કાગડાને વાસ, શ્વાન ભોજન, અતિથિ ભોજનનું વિશેષ મહત્વ છે

પિતૃઋણમાંથી મુકત થવા મહાલય શ્રાદ્ધનું મહાત્મય
દરેક પિતૃઓ માટે તેમની તિથીએ મહાલય શ્રાધ્ધનું વિધાન અને બ્રહ્મ ભોજન સાથે પિતૃની તૃપ્તિ માટે પિંડદાન કરે છે પુત્ર કે પૌત્રના શ્રાદ્ધકર્મથી પિતૃ સંતૃપ્ત થાય છે અને તેને આશિર્વાદ આપે છે જે પિતૃનું શ્રાદ્ધ નથી કરતા તે પિતૃઓ અતૃપ્ત અવસ્થામાં રહે અને તેનું વિપરીત પરિણામ કુટુંબને મળે છે તેવી માન્યતા પિતૃભકતોમાં પણ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...