સાયલાના ગંગાજળ પાસે આવેલા સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની પોલીસને બાતમી હતી.આ રેડ દરમીયાન 50 લીટર દેશી દારૂ, 10 નંગ ગોળના ડબ્બા, 600 લીટર આથો સહિતના રૂ.3700ના મુદામાલ ઝડપી લઇને 1 શખ્સો સામે ગુનો દાખલ કરી ને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
સાયલાના ગંગાજળ પાસે આવેલા બોઘાવાળી તરીકે ઓળખાતી સીમ જમીનમાં બાવકુભાઇ રાણાભાઇ કાઠીદરબાર પોતાનના ખેતરના શેઢે દારૂ બનાવતો હોવાની બાતમી ધજાળા પોલીસને મળી હતી.આ બાબતે વી.એસ.ભુવાત્રા, દોલાભાઇ ડાંગર, મુન્નાભાઇ જાદવભાઇ સહિત પોલીસ કર્મીઓએ ગંગાજળ ગામની સીમમાં આવેલા ખેતરમાં રેડ કરી હતી.
કોઇ શખ્સો હાજર ન હતા પોલીસને તપાસ દરમિયાન બાવળ અને કપાસની સાંઠીયુંની આડમાં 3 બેરલમાં 600 લીટર આથો કિ.રૂ. 1200, અને 5 કેરબામાં 50 લીટર દારૂ કિ.1000નો મળી આવ્યો હતો વધુ તપાસમાં અખાધ્ય ગોળ ડબ્બાના 10 ડબ્બામાં 150 કિલો કિ. રૂ. 1500નો મળી આવ્યો હતો ધજાળા પોલીસે રૂ. 3700ના મુદામાલ સાથે ગુન્હો દાખલ કર્યો અને એ.એસ.આઇ વાલજીભાઇ ભુવત્રાને તપાસ સોંપીને કાર્યવાહી શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.