કાર્યવાહી:સાયલાના ગરાંભડી ગામની સીમમાં વિદેશી દારૂ, બિયરનો જથ્થો ઝડપાયો

સાયલા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દારૂની 224 બોટલ અને 72 નંગ બિયર સહિત 97,200નો મુદ્દામાલ જપ્ત, ગામના યુવાન સામે ગુનો નોંધાયો

સાયલાના ગરાંભડી ગામની સીમ જમીનમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે ધજાળા પોલીસે રેડ કરી હતી. જેમાં બાવળની આડમાં 224 વિદેશી દારૂની તેમજ 72 નંગ બીયર ઝડપી લીધા હતા. કુલ રૂ. 97,200ના મુદ્દામાલ સાથે ગરાંભડી ગામના યુવાન સામે ગુનો દાખલ કર્યો હતો.સાયલાના ધજાળા પોલીસ કર્મીઓ નડાળાથી લીંબાળા તરફ વોરંટની બજવણી કરવા જતા હતા. આ દરમિયાન ગરાંભડી ગામના રામજીભાઇ વિભાભાઇ સરવૈયાએ ગાડા મારગના સીમ જમીનમાં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની બાતમી મળી હતી.

આથી ધજાળાના પોલીસ કર્મી વાલજીભાઇ સતાભાઇ ભુવા, હિતેષભાઇ રામજીભાઇ, ઉદયભાઇ જોરૂભાઇ અને કુલદીપસિંહ, ખોડાભાઇએ તપાસ કરતા ગરાંભડી ગામની સીમ વોકળા પાસેના બાવળની આડમાં છુપાયેલો વિદેશી દારૂ હાથ લાગ્યો હતો. જેમાં જુદી જુદી બ્રાંડની રૂ 84,000ની કિંમતની 224 વિદેશી દારૂની બોટલો તેમજ રૂ. 7200ની કિંમતના 72 નંગ બિયરના મળી કુલ રૂ. 97,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બનાવમાં ગરાંભડી ગામના ગરાંભડી ગામના રામજીભાઇ સરવૈયા સામે ગુનો દાખલ કરીને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...