દુર્ધટના:સાયલા પાસે અકસ્માતમાં ખેડાના વીડજ ગામના આધેડનું મૃત્યુ થયું

સાયલા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મૃતક આધેડના પરિવારજનોને શોધખોળ કરી લાશ પરિવારને સોંપી

સાયલાના સરોવરીયા મહાદેવ મંદિર રોડ પાસે અજાણ્યા આઘેડને અકસ્માતે ઇજા થતા સારવાર માટે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઇ જવામાં આવતા મોત થયું હતુ. સાયલા પોલીસે વાલી-વારસમાં ખેડાના વીડજ ગામના હોવાનું બહાર આવતા પરિવારજનો દોડી આવ્યા હતા અને અંતિમસંસ્કાર કર્યો હતો. સાયલાના સરોવરીયા મહાદેવ મંદિર રોડ પાસે અજાણ્યા આઘેડને અકસ્માતે શરીરના ભાગે ગંભીર ઇજા થતા સારવાર 108માં સાયલા દવાખાના બાદ સુરેન્દ્રનગર લઇ જવામાં આવતા સારવાર દરમીયાન મોત થયું હતુ. અજાણયા આઘેડની લાશ કોલ્ડ રૂમમાં રાખ્યા બાદ એએસઆઇ નિતિનદાન ગઢવી સહિતના પોલીસ કર્મીએ તપાસનો દોર ચલાવતા ગોંડલમાં કામ કરતો હોવાનું બહાર આવતા સાયલા પોલીસને ખેડાના વીડજ ગામના લાલજીભાઇ ચીમનભાઇ તડવી હોવાનું બહાર આવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...