કાર્યવાહી:સાયલાના ધાંધલપુર પાસે કારમાં વિદેશી દારૂ સાથે શખસ ઝડપાયો

સાયલા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ધજાળા પોલીસે આરોપીને ઝડપીને વિદેશી દારૂ ક્યાંથી અને ક્યાં લઇ જવામાં આવતો હતો તે બાબતે પૂછપરછ શરૂ કરી હતી. - Divya Bhaskar
ધજાળા પોલીસે આરોપીને ઝડપીને વિદેશી દારૂ ક્યાંથી અને ક્યાં લઇ જવામાં આવતો હતો તે બાબતે પૂછપરછ શરૂ કરી હતી.
  • 398 બોટલ દારૂ, કાર સહિત રૂ.4,86,200ની મતા જપ્ત

સાયલાના ધાંધલપુર ટીટોડાના રસ્તે કારમાં વિદેશી દારૂની હેરફેર થઇ રહી હોવાની બાતમી મળી હતી.જેના આધારે ધજાળા પોલીસે કારચાલકને ઝડપી લઇ તપાસ હાથ ધરતા કારમાંથી વિદેશી દારૂની 398 બોટલ, કાર, મોબાઇલ સહિત 4,86,200નો મુદામાલ ઝડપાયો હતો. સાયલા તાલુકામાં વિદેશી દારૂની હેરફેર વધી રહી છે.

આ બાબતે ધજાળા પીએસઆઇ ઝેડ.એલ.ઓડેદરા, રણછોડભાઇ ભરવાડ, દોલાભાઇ ડાંગર, ભરતભાઇ જીડીયા સહિતના પોલીસ કર્મીઓને પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ધાંધલપુર ટીટોડાના રસ્તે વોચ રાખી હતી. દરમિયાન પૂરઝડપે આવતી સ્વિફ્ટ કારને ખોડિયાર માતાના મંદીર પાસે ઊભી રખાવી તપાસ હાથ ધરતા કારચાલક તેજમલ ઇશ્વરભાઇ સોલંકી (રહે.ડીસા) હોવાનું જણાવ્યું હતું.

વધુ તપાસ હાથ ધરતા કારમાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. ધજાળા પોલીસે કુલ 398 નંગ કિં.1,81,200ની વિદેશી બોટલ તેમજ સ્વિફ્ટકાર 3 લાખ અને મોબાઇલ સહિત રૂ.4,86,200ના મુદામાલ સાથે તેજમલને ઝડપીને દારૂ ક્યાંથી અને ક્યાં લઇ જવામાં આવતો હતો તે બાબતે પૂછપરછ શરૂ કરી હતી. આ અંગે ધજાળા પોલીસે દારૂ અંગે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...