તપાસ:સાયલા પાસે 8 ટ્રક વેસ્ટ કેમિકલ ઠાલવતા ચાલક સામે ગુનો દાખલ કરાયો

સાયલા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાયલા પાસે કેમિકલ વેસ્ટનો 8 ટ્રક ઠલવતા હોવાનું બહાર આવતા સ્થાનિક લોકોએ ટ્રક ચાલકને ઝડપી લઇ સાયલા પોલીસને જાણ કરી હતી. આ બાબતે ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીએ અજાણ્યા વાહન ચાલક સામે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.સાયલા પાસે કેમિકલ વેસ્ટનો ટ્રક છેવાડાના વિસ્તારમાં ઠાલવવામાં આવતા પાણી અને લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.

સાયલાથી વખતપર પાસે રસ્તા પાસે આવેલા ખોડિયાર મંદીર પાસે રાત્રીના સમયે વ્યક્તિની શારીરિક સલામતી જોખમાય તેવા જોખમી કચરો ભરેલો ટ્રકના ચાલક અને જેસીબી જેવા સાધન દ્વારા કેમિકલ વેસ્ટ ઠાલવતા હોવાનું બહાર આવ્યું હતુંં. આ બાબતે સ્થાનિક લોકોએ પૂછપરછ હાથ ધરીને તળાવ પાસે વેસ્ટ કેમિકલ ઠાલવવાની ના પાડતા મામલો બિચકાયો હતો. આ બાબતે સાયલા પોલીસને જાણ થતા ટ્રકને સાયલા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો.

આ બાનાવ અંગે પોલીસે ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારી કે.કે.લકુલ સહિત કર્મચારીઓ દોડી આવ્યા હતા. આ બાબતે પોલ્યુશન અધિકારીએ સાયલા પોલીસને 8 જેટલા ટ્રકનો કચરો ઠલવાયો હોવાથી માનવ જીવન અને પ્રદૂશણ જોખમાયું હોવાનું બહાર આવતા ટ્રકચાલક અને અન્ય સંડોવાયેલા અજાણ્યા શખસો સામે સાયલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થતા સાયલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...