અકસ્માત:આયા બોર્ડ પાસે અકસ્માતમાં બાઇકચાલકનનું મોત નીપજ્યું, 1 વ્યક્તિ ગંભીર થતાં હોસ્પિટલ ખસેડાયો

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાયલાના સેજકપર ગામના ગોપાલનગરમાં રહેતા જેઠાભાઇ સીધાભાઈ સભાડ પોતાની વાડીના કામ માટે ડોળીયા તરફ આવ્યા હતા. અને કામ પતાવીને ગોપાલનગર જતા હતા. આ દરમિયાન તેમના પરિચિત પરપ્રાંતીય શ્રમજીવી બાઈક લઈને ગોપાલનગર તરફ જતા હતા. આથી જેઠાભાઈ બાઈક પાછળ બેસીને આયા બોર્ડ પાસેથી પસાર થઇ રહ્યા હતા.

આ દરમિયાન પૂર ઝડપે આવતી ફોર્ચ્યુનર કારના ચાલકે સ્ટેયરીંગ કાબુ ગુમાવતા બાઇકને અડફેટે લીધું હતું. અને જેઠાભાઈને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બાઈક ચલાવી રહેલા પરપ્રાંતીયને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેમને સુરેન્દ્રનગર વધુ સારવાર માટે લઈ જવામા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અકસ્માતની જેઠાભાઈ સભાડના પરિવારજનોને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને જેઠાભાઇની લાશને સાયલા પીએમ માટે લઈ જવામાં આવી હતી. આ બાબતની સાયલા પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...