તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PMAY આવાસ:ગ્રાન્ટના અભાવે 93 પરિવારને ઘર બાંધવા 7 વર્ષથી હપતાની રકમ નથી મળી

સાયલા5 દિવસ પહેલાલેખક: પરેશ રાવલ
  • કૉપી લિંક
  • સાયલા તાલુકામાં અનેક ઘરવિહોણા લાભાર્થીઓનું ઘરના ઘરનું સપનું મૃગજળસમાન રહ્યું

સાયલા તાલુકામાં 5 વર્ષથી પીએમએવાય યોજના બંધ થતાં અનેક મકાનવિહોણા લાભાર્થીઓ કચેરીનાં તળિયાં ઘસી રહ્યા છે, જેમાં 2018માં પીએમ આવાસ પલ્સ નામની યોજના શરૂ કરી અને 2019માં લાભાર્થીઓના સરવે બાદ 2064 ઓનલાઇન દાખલ કરવામાં છે પરંતુ મકાન સહાય ન મળતાં વાવઝોડા અને વરસાદ વચ્ચે લાભાર્થી પરિવારોને જીવના જોખમે ઘરમાં રહેવાનો ઘાટ સર્જાયો છે.

ઇન્દિરા આવાસ, સરદાર આવાસ યોજના હેઠળ મકાનવિહોણા લોકોને પ્લોટ, મકાન સહાય આપવામાં આવતી હતી પરંતુ 2015માં સરકારે પીએમએવાય યોજના શરૂ કરી હતી પરંતુ ગ્રાન્ટના અભાવે 7 વર્ષ બાદ સાયલા તાલુકાના 93 લાભાર્થીને બીજા અને ત્રીજા હપતાની રકમ બાકી છે. મકાન સહાય આપવા સરકારે ફરી 2018માં પીએમએવાય આવાસ પ્લસ યોજના શરૂ કરી હતી, જેમાં કાચાં મકાનો, મકાનવિહોણા અને પ્લોટ ધરાવતા હોય તેવા લાભાર્થીઓને રૂ. 1,20,000ની સહાય આપવાનું નક્કી થયું અને 2018માં સરવે પણ શરૂ કરાયો હતો.

સાયલા શહેરમાં 109, સુદામડામાં 117, નિનામામાં 95, કસવાળીમાં 89, નોલીમાં 85, નવાગામમાં 65, ધજાળામાં 48 સહિત સાયલા તાલુકાની 62 પંચાયતના 2064 લાભાર્થીની યાદી તૈયાર થઈ હતી. 2019માં તમામ લાભાર્થીઓને ઓનલાઇન એન્ટ્રી અપાઈ છે પરંતુ 4 વર્ષથી અધ્ધરતાલ રહેલી પીએમએવાય આવાસ પ્લસ યોજનાને કારણે અનેક લાભાર્થી પરિવારો ઠંડી, ગરમી, વરસાદની ઋતુઓમાં નીચે ધરતી અને ઉપર આભનો આશરો રાખી બેસી રહ્યા છે.

હાલમાં તો હતું તે મકાન પણ ગયું, નોધારા બની ગયા છીએ
અકસ્માતે ભોગ બનેલા પતિથી વિધવા પત્ની 8 વર્ષથી મુળી બાયપાસના રસ્તે ઝુપડુ બાંધી રહેતા હતા પરંતુ 4 લેનનું કામ શરૂ થતા ઝુંપડુ તોડી રસ્તા ઉપર આવ્યા છે. અને દિવાલની ઓથ લઇને પોતાના 2 સંતાનોનું ભરણ- પોષણ કરી રહ્યા છે મકાન સહાય માટે ફોર્મ ભયુ છે હાલમાં તો હતું તે મકાન પણ ગયુ અને નોધારા બની ગયા છીએ. > શોભનાબેન વીરમભાઇ રાઠોડ, લાભાર્થી

અન્ય સમાચારો પણ છે...