તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતાજનક વીજ ચોરી:મીટર બાયપાસ કરતા 60 લાખની વીજ ચોરી ઝડપાઇ

સાયલા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયલાના જૂના જશાપર ગામે પથ્થરની ખાણમાં

લીંબડી-સાયલાના વીજ કર્મચારીઓએ વીજ ચેકિંગની કામગીરી શરૂ કરતા જૂના જશાપર ગામે અલગ અલગ વીજ કનેક્શનનું ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ક્વોરી ઉદ્યોગમાં 46 લાખની વીજચોરી ઝડપી પાડીને બિલ ફટકારવામાં આવતા વીજ ચોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.સાયલા તાલુકાના ઔદ્યોગિક એકમોમાં ચિંતાજનક વીજ ચોરીના બનાવો વધી રહ્યા છે.

આ બાબતે બરોડાની વિજિલિયન્સ ટીમ અને લીંબડી-સાયલાના વીજ અધિકારીઓએ ક્વોરી, ખાણ અને ઉધોગ એકમમાં વીજ ચેકીંગની કામગીરી શરૂ કરી હતી. જેમાં જૂના જશાપર ગામની સીમમાં આવેલા પથ્થરની ખાણ અને ક્વોરીનું અલગ અલગ વીજ કનેક્શનનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં જૂના જશાપર ગામે આવેલા પથ્થરની ખાણમાં પ્રાઇવેટ કેબલ દ્વારા મીટર બાયપાસ કરી વીજચોરી કરતા ઝડપાઇ હતી.

આ બાબતે અધિકારીઓએ ઉદ્યોગના સંચાલક જોગરાણા રણછોડભાઇ ખેતાભાઇને 60ની લાખની વીજ ચોરી ઝડપી પાડીને બિલ ફટકારીને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવતા વીજચોરી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આ બાબતે કાર્યપાલક ઇજનેર સહિતની ટીમે ઉધોગ એકમોમાં વીજચોરી અને ગેરરીતી કરનારની સેહશરમ રાખ્યા વગર દંડનીય કામગીરી શરૂ કરતા અનેક ઉધોગ એકમોમાં વીજચોરી બંધ કરી રાબેતા મુજબ વીજ વપરાશ શરૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...