સાયલાના ચોરવીરા ગામે રહેતા રસીકભાઇ મધુભાઇ સાબળિયા બાઇક લઇને જતા હતા. આ દરમિયાન રણછોડભાઇ પોલાભાઇ રબારી ફરસી, જાલાભાઇ સંગ્રામભાઇ અને મહેશભાઇ જાલાભાઇ ધારીયું સાથે રાખીને રુખડભાઇ નારાયણભાઇ અને હાજાભાઇ નારાણભાઇએ રસીકભાઇના બાઇકને અટકાવી ઊભો રખવ્યો હતો. અને કેમ આગળ પડતો ચાલે છે બહુ હવા છે તેમ કહીને ગાળો આપી રણછોડભાઇએ રસીકભાઇના માથાભાઇ ભાગે ફરસી મારતા જાલાભાઇ અને મહેશભાઇએ ધારીયાથી શરીરના ભાગે માર મારી મારી નાખવાની ધમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.