સાયલા તાલુકામાં લમ્પી વાઈરસ ઝડપભેર વધી રહયો છે. પશુપાલકો પોતાના પશુઓને રોગથી બચાવવા દોડધામ કરી રહ્યા છે. પરંતુ અજગરી ભરડાની માફક વધતા રોગાના કારણે 17 ગામના 44 પશુ લમ્પી રોગના ભરડામાં જોવા મળે છેે. એક તરફ પશુઓમાં વધુ રોગનો શિકાર થતા પશુ ચિકત્સકે 3259 પશુને રિંગ વેકસિનેશની કામગીરી શરૂ કરી છે.
સાયલા તાલુકાના ત્યારે મોટા શખપર, કંસાળા, ધાંધલપુર, સેજકપર, સીતાગઢ, નિનામા સહિત ગામોના પશુઓમાં લમ્પી રોગ જોવા મળે છે. તાલુકાના વધુ 7 ગામમાં રોગની અસર જોવા મળતા સાયલા તાલુકાના પશુઓ માટે લમ્પી રોગની ઝપટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
સાયલા પાસેની ગૌશાળા, ધાંધલપુર, સેજકપર અને ભડલા સહિત મોટા ગામો અને વધુ પશુઓ ધરાવતા પશુપાલકોના પશુઓમાં જીવલેણ લમ્પી રોગથી પશુપાલકો વધુ ચિંતિત બન્યા છે. ઇશ્વરીયા ગામે 1 પશુનું મોત બાદ કોઇ પશુઓના મોતના સમાચાર નથી. સાયલાના પશુ ચિકત્સકે તાલુકાના ગામના પશુઓની સારવાર માટે દોડધામ કરી રહ્યા હતા.
લખતર તાલુકાના ભાથરિયા ગામમાં અંદાજે 198 જેટલા પશુને રસી અપાઈસાયલા પશુ ચિકત્સક ડો. ઘનશ્યામભાઇ ગોહીલના જણાવ્યા મુજબ લમ્પી રોગ ધરાવતા પશુઓના રહેઠાણ નજીક આસપાસના 3259 પશુને રિંગ વેકસીનની કામગીરી શરૂ કરીને સંક્રમિત પશુઓની દેખરેખ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.