તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:નીનામાની સીમમાં દેશી દારૂ સાથે 3 શખ્સ ઝડપાયા

સાયલા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય આરોપીને પડકવા કાર્યવાહી શરૂ કરાઈ
  • પોલીસે દેશી દારૂ, આથો, સાધનો, બાઇક સહિત રૂ.10,600નો મુદામાલ જપ્ત કર્યો

સાયલાના નીનામા ગામની સીમ જમીનમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની પોલીસને બાતમી હતી .આ બાબતે પી.એસ.આઇ એચ.એલ. ઠાકર, હિતેષભાઇ રામજીભાઇ, મુકેશભાઇ મનજીભાઇ સહિત પોલીસ કર્મીઓએ નિનામા ગામની સીમ જમીનમાં આવેલા સુરાપુરા દાદની દેરી પાસેના ગભરુભાઇ ખાચર દેશી દારૂબનાવતો હોવાથી દરોડો કર્યો હતો. આ દરમિયાન રવિરાજભાઇ હકુભાઇ ખાચર, ઘુઘલભાઇ ભનાભાઇ બાવળીયા અને પાંચાભાઇ માનસીંગભાઇ બેરાણીને ઝડપી લીધા હતા.

જ્યારે ખુલ્લામાં પાણીના અવાડા પાસે રહેલા પ્લાસ્ટીકના બેરલ 200 લીટર આથો કિમત રૂ.400 અને બેરલમાં 10 લીટર દેશી દારૂ કિ.200નો મળી આવતા 3 આરોપી સાથે બાફણીયુ, એલ્યુમીનીયમ પાઇપ, બાઇક સહિત કુલ રૂ.10,600ના મુદામાલ સાથેના સાધનો ઝડપી લઇને શખ્સોની પુછપરછ કરતા ગભરુભાઇ ખાચર દેશીદારૂ બનાવતા હોવાનું બહાર આવ્યું હતુ અને રવિરાજભાઇના બાઇકને ગુનાના કામમાં સાથે લઇને ધજાળા પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને મુખ્ય આરોપી ગભરુભાઇ ખાતરને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે. તેમજ આ પ્રકારની પ્રવૃત્તિ દામવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો