તપાસ:લખતરથી સાયલા ઇકોમાં આવતા 2 યુવાન, મહિલાએ વૃદ્ધને લૂટ્યા

સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 36000ની લૂંટ સાથે અજાણ્યા 3 શખસ સામે ગુનો દાખલ

લખતરથી સાયલા આવતા ઇકો ચાલક અને તેમાં બેઠેલી મહિલા અને યુવાને સાયલા પાસે એક ભરવાડ વૃદ્ધની કાનની વળી, સોનાનું કોકરવું, ચાંદી ચેન અને બટન તેમજ ખીસ્સામાં રહેલા રોકડ રૂ. 19000 હજાર સાથે શરીરના ભાગે ઇજા કરી લુંટ ચલાવતા સાયલા પોલીસે કુલ રૂ.36000ની લુંટ સાથે અજાણ્યા 3 શખસ સામે ગુનો દાખલ કર્યો છે. સાયલા રહેતા ભાણેજના ઘેર આવતા લખતરના ભાલાળા ગામના ભરવાડ રાહાભાઇ હમીરભાઇ મીર લખતર બસ સ્ટેન્ડથી ઇકો ગાડીમાં સુરેન્દ્રનગર સુધી જવા બેઠા હતા વચ્ચેની સીટમાં બેઠેલા રાહાભાઇની આજુબાજુ એક મહિલા અને યુવાન બેઠો હતો.

અને પાછળની સીટમાં 2 પુરુષ, 1 સ્ત્રી બેઠા હતા. સુરેન્દ્રનગર આવતા પાછળની સીટમાં બેઠેલા ઉતરી ગયા અને ઇકો ચાલકે રાહાભાઇને સાયલા જવું છે તમે બેસી રહો મારે રાજકોટ જવું છે તેમ કહી સાયલા બાયપાસથી આગળ જતા રાહાભાઇએ સાયલા ઉતારો તેમ કહેતા યુવાને ગળુ પકડ્યું અને બાજુમાં બેઠેલી મહિલાએ ગુપ્તાંગ પકડી માર માર્યો અને યુવાને કટરથી વૃદ્ધના રૂ. 5000ની કાનની વળી, રૂ.8000 સોનાનું કોકરવું કાપી લીધા હતા.

અને મહિલાએ ગળામાં પહેરોલો રૂ. 2000ની કિંમતની ચાંદી ચેન અને રૂ. 2000ની ચાંદીના બટન તેમજ ખીસ્સામાં રહેલા રોકડ રૂ. 19000 હજારની લુંટ ચલાવી હતી. વૃદ્ધના હાથની આંગળીઓમાં કટર મારતા લોહી લુહાણ થતા રાહાભાઇએ આજીજી કરતા તેમને બોડીયા ગામના રસ્તે ઉતારી દીધા હતા. અને ઇકો લઇને નાસી છૂટ્યા હતા. રાહાભાઇએ રાહદારી ભરવાડ યુવાનો મળી જતા તેમને સાયલા મુકી ગયા. અને સાયલા દવાખાને સારવાર માટે લઇ જવાયા હતા. આ બાબતે સાયલા પોલીસે કુલ રૂ.36000ની લુંટ સાથે અજાણ્યા 3 શખસ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...