નગરજનોમાં અરેરાટી ફેલાઇ:સાયલામાં હાઇવેના અકસ્માતે 2 અને શહેરમાં વીજ કરંટનો ભોગ બનતાં 3 ગાયોનાં મોત

સાયલા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાયલા શહેરના ઓવરબ્રિજમાં 2 પશુઓના અકસ્માતે મોત થતા જીવદયા પ્રેમીઓમાં રોષ હતો. જ્યારે બપોરના સમયે ઝરમર વરસાદ વચ્ચે સુદામડાના દરવાજા પાસેના વીજ પોલના વીજ કરંટથી ગાયનું મોત થતા વિજ તંત્ર સામે નગરજનોમાં અરેરાટી ફેલાઇ હતી.

સાયલા શહેરના ઓવરબ્રિજ ઉપર અને નિચે પશુઓનો અડીંગો રહે છે.અહીં અજાણ્યા વાહન ચાલકે 2 પશુઓને હડફેટે લઇ નાસી જતા 2 પશુઓના અકસ્માતે મોત થયા હતા. આ બાબતે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતા જીવદયા પ્રેમીઓમાં રોષ હતો.જ્યારે બપોરના સમયે સાયલા શહેરમાં ભરચક વિસ્તાર અને સુરેન્દ્રનગર તરફના વાહનોના ટર્ન માટે જીવલેણ વીજ પોલ જોવા મળે છે ત્યારે બપોરના સમયે ઝરમર વરસાદ વચ્ચે વીજ પોલના વીજ કરંટથી ગાયનું મોત થતા સરપંચ, ગ્રામજનો અને જીવદયાપ્રેમીઓ દોડી આવ્યા હતા અને આ બાબતે વિજ તંત્રને જાણ કરી હતી તંત્રે ઝડપભેર કાર્યવાહી કરતા વધુ જાનહાની અટકતા નગરજનોમાં રાહત જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...