દારૂનો નાશ:સાયલાના વખત પરની ધારે 1.50 કરોડનો દારૂ નાશ કરાયો

સાયલા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયલા ધજાળા પોલીસે વર્ષ 2018થી 2022 સુધીમાં વિદેશીદારૂના 57 ગુનાઓમાં દારૂ ઝબ્બે કર્યો હતો

સાયલા, ધજાળા પોલીસે વિદેશી દારૂના 57 ગુના 2018થી 22 સુધીમાં દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. જેમાં રૂ.1,50,80,355નો વિદેશી દારૂ ઝડપીને પોલીસ કામગીરી નોંધપાત્ર બની છે. પોલીસના જાપ્તામાં રહેલો વિદેશી દારૂનો મુદ્દામાલ વખતપર ગામની ધારે નાશ વિદેશી દારૂ નાશ કયો હતો.સાયલા નેશનલ હાઇવે અને છેવાડના સીમ વિસતારમાં ઉતારેલ મોટા પ્રમાણમાં પરપ્રાંતીય વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા રેડ કરીને વિદેશી દારૂ ગુનાઓ નોંધીને સાયલા અને ધજાળા પોલીસ કર્મીએ સારી કામગીરી બતાવી છે. સને 2018થી 22 સુધીમાં વિદેશી દારૂની હેરફેરના સાયલા, ધજાળાના 57 ગુના નોંધાયા છે.

ત્યારે સાયલા પોલીસે દારૂની બોટલો, બીયર અને ચપલા સહિત 47976 બોટલ કિં. 1,43,77,655નો વિદેશી દારૂ ઝડપી લીધો હતો જ્યારે ધજાળા પોલીસે રૂ.7,02,700નો દારૂ ઝડપ્યો છે. ત્યારે પોલીસ જાપ્તામાં રહેલો વિદેશી દારૂનો જથ્થો વધુ પ્રમાણમાં હોવાથી નાશ કરવા માટે ડી.વાય.એસ.પી. સી.પી.મુંધવા, એસ.ડી.એમ. સોલંકી એચ.એમ, નશાબંધી અધિકારી પી.કે. સોલંકી, સાયલા પી.એસ.આઇ એમ.એચ.સોલંકી તેમજ ધજાળા ઇન્ચાર્જ પી.એસ.આઇ કે.ડી.જાડેજા સહિતના પોલીસ કમીઓએ તમામ દારુને ુ ડમ્પરોથી રૂ.1,50,80,355ના મુદ્દામાલ સાથે વખતપર ગામની ધારે નાશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...