તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અમેરિકામાં ગુજરાતીઓનું ગૌરવ:ગુજરાતની ક્ષત્રિય દીકરી 3 મહિનાની કઠોર ટ્રેનિંગ બાદ અમેરિકન આર્મીની ન્યુક્લિયર સ્પેશિયાલિસ્ટ બનશે, CMએ શુભેચ્છા પાઠવી

પાટડીએક મહિનો પહેલા
દેવકીબા ઝાલા - ફાઇલ તસવીર.
  • ગુજરાતની દીકરીએ અમેરિકન આર્મીની આકરી ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી ગુજરાતનું જ નહીં ભારતનું નામ રોશન કર્યું: રૂપાણી
  • ભારતમાં 27મી સપ્ટેમ્બરે ‘દીકરી દિવસ’ની ઉજવણી થવાની છે તેના સપ્તાહ પહેલા અમેરિકામાં ગુજરાતીએ દીકરીએ દેશનું નામ વધાર્યું

આગામી 27મી સપ્ટેમ્બરે ‘દીકરી દિવસ’ની ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતના રણકાંઠાના ઝીંઝુવાડા ગામની ક્ષત્રિય દીકરીએ અમેરિકામાં 3 મહિનાની આકરી ટ્રેનિંગ લઈ ન્યુકેલિયર સ્પેશિયાલિસ્ટ બનવાની તૈયારી કરી રહી છે. આજના યુગમાં દીકરીઓ પણ પુરૂષ સમોવડી બની ચંદ્ર પર પહોંચીને વિશ્વ લેવલે ડંકો વગાડ્યો છે. ત્યારે ભારતમાં આગામી 27મી સપ્ટેમ્બરે ‘દીકરી દિવસ’ની ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતમાં દીકરીઓ માટે આર્મીમાં મોકલવાની વાત તો ધોળા દિવસે તારા જોવા જેવી અશક્ય બાબત છે. ત્યારે આ દીકરીની સિદ્ધિને પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો સંદેશ દ્વારા શુભેચ્છા પાઠવી છે.

અમેરિકન આર્મીમાં CBRN સ્પેશિયાલિસ્ટ બની સેવા બજાવશે
ઝીંઝુવાડાના કનકસિંહ ઝાલા અને ફાલ્ગુનીબા ઝાલાની 20 વર્ષની દીકરી દેવકીબા ઝાલાએ ગત સપ્તાહમાં અમેરિકન આર્મીની 3 મહિનાની ખૂબ જ આકરી ટ્રેનિંગ પૂર્ણ કરી એડવાન્સ ઇન્ડિવિજ્યુલ ટ્રેનિંગ (AIT)માં પ્રવેશ મેળવી CBRN ( કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર ) સ્પેશિયાલિસ્ટ બની અમેરિકન આર્મીમાં સેવા બજાવશે.

દેવકીબા AITમાં પ્રવેશ મેળવી CBRNમાં સ્પેશિયાલિસ્ટ બનશે, તેના માતા-પિતા દીકરીની સિદ્ધિથી ખુશ છે
દેવકીબા AITમાં પ્રવેશ મેળવી CBRNમાં સ્પેશિયાલિસ્ટ બનશે, તેના માતા-પિતા દીકરીની સિદ્ધિથી ખુશ છે

પિતા દીકરીની સિદ્ધિથી ગદગદિત
દવેકીબા એ ગયા સપ્તાહે જ પૂરી કરેલી 3 મહિનાની કઠોર ટ્રેનિંગ બાદ અમેરિકામાં રહેતા તેના પિતા કનકસિંહ ઝાલા ગદગદિત છે. તેના પિતાએ જણાવ્યું હતું કે, મારી દીકરીએ 65 પાઉન્ડ વજન સાથે 10 માઇલનો વોક, ગેસ ચેમ્બરમાં કામ, બોમ્બ ફોડવા અને રાઇફલો ચલાવવાની તાલીમ લીધી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો સંદેશ મોકલી શુભેચ્છા પાઠવી હતી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો સંદેશ મોકલી શુભેચ્છા પાઠવી હતી

અમેરિકન આર્મીમાં ટ્રેનિંગ લઈ દીકરીએ ગુજરાતનું નામ રોશન કર્યું : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, આર્મીમાં ગુજરાતમાંથી ખૂબ ઓછા લોકો જાય છે ત્યારે ગુજરાતની એક ક્ષત્રિય દીકરીએ અમેરિકન આર્મીની આકરી ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી ગુજરાતનું જ નહીં, પણ સમગ્ર ભારત દેશનું નામ રોશન કર્યું છે. દેવકીબાને શુભેચ્છા પાઠવું છું.

એક સપ્તાહ પહેલા ટ્રેનિંગ પૂર્ણ કરતા ક્ષત્રિય પરિવારો દ્વારા રવિવારે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો
એક સપ્તાહ પહેલા ટ્રેનિંગ પૂર્ણ કરતા ક્ષત્રિય પરિવારો દ્વારા રવિવારે એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો

પરિવારમાં 3 બહેન અને એક ભાઈ
માતા-પિતા સાથે લોસ એન્જલ્સમાં રહેતા 20 વર્ષીય દેવકીબા કનકસિંહ ઝાલા અમેરિકામાં કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. દેવકીબાની નાની બહેન વૈદેહિબાને પણ કાર્ડિયોસર્જનનો અભ્યાસ કરી અમેરિકન આર્મીમાં જોડાવવાનું સ્વપ્ન છે. જ્યારે એનાથી નાના ટ્વિન્સ ભાઇ-બહેન દર્શનસિંહ અને દર્શનાબા અમેરિકામાં ધોરણ નવમાં અભ્યાસ કરે છે.

દેવકીબાનો પિતરાઈ ભાઈ પણ US એરફોર્સમાં છે
ઝીંઝુવાડાના અને અમેરિકામાં વસવાટ કરતા કનકસિંહ ઝાલાના ભાઈ ઘનશ્યામસિંહ ઝાલાનો દીકરો જયદેવસિંહ ઝાલા એ પણ અમેરિકન એરફોર્સમાં ફરજ બજાવવાની સાથે ઝીંઝુવાડા ગામનું અને ઝાલા ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે.

અમેરિકન આર્મીની દેવકીબા કનકસિંહ ઝાલાએ 3 મહિનાની કઠોર ટ્રેનિંગ લીધી છે
અમેરિકન આર્મીની દેવકીબા કનકસિંહ ઝાલાએ 3 મહિનાની કઠોર ટ્રેનિંગ લીધી છે

અમેરિકામાં 52 ગુજરાતી ક્ષત્રિય પરિવારોએ ઉજવણી કરી
કનકસિંહ ઝાલાએ જણાવ્યું કે, દીકરી દેવકીબાની 3 મહિનાની અમેરિકન આર્મીની આકરી ટ્રેનીંગ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ અહીં ગુજરાતના 52 ક્ષત્રિય પરિવારો દ્વારા ઉજવણીના ભાગરૂપે રવિવારે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.તસવીર અને માહિતી, મનીષ પારીક, પાટડી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો