વન કર્મચારીઓ હડતાલ પર:ઘૂડખર સહિતના વન્ય જીવો ભગવાન ભરોસે, કચ્છના નાના રણમાં અલભ્ય જંગલી ગધેડા ઉપરાંત રાની પશુઓ કરે છે વસવાટ

પાટડી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

મનીષ પારીક : વનવિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડ અને ફોરેસ્ટરો ગ્રેડ-પેમાં વધારો કરવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે જેના પગલે ઘૂડખર સહિતના રક્ષિત પ્રાણીઓ ભગવાન ભરોસે હોવાનો તાલ સર્જાયો છે. રક્ષિત પ્રાણીઓને કોઇ સમસ્યા સર્જાય તો શ્રમિકો (રોજમદારો)એ તેમની સંભાળની કામગીરી કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

વિદેશથી મહાલવા આવતા પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે
સને 1973માં કચ્છના નાના રણના 4954 ચો.કિ.મી. વિસ્તારને ઘૂડખર માટે રક્ષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ રણમાં દુર્લભ ઘૂડખર, નિલગાય, કાળીયાર, ચિંકારા, વરૂ, નાવર, રણ લોંકડી અને ઝરખ સહિતના પ્રાણીઓ વસવાટ કરે છે. આ સિવાય બજાણા ટૂંડી તળાવમાં અને વેટલાઇન વિસ્તારમાં ફ્લેમીંગો, પેલિગન, સફેદ અને ગુલાબી કલરના લેસર અને ગ્રેટર પક્ષીઓ સહિત વિદેશથી મહાલવા આવતા પક્ષીઓનો અનોખો મેળાવડો જામે છે.

સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર
રણમાં જોવા મળતા વિવિધ રક્ષિત પ્રાણીઓ અને વિદેશી નયનરમ્ય પક્ષીઓનું ઝુંડ સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકોમાં અનેરૂ આકર્ષણ જમાવે . વનવિભાગમાં ફરજ બજાવતા શ્રમિકોને રૂ. 1900 ગ્રેડ-પે આપવામાં આવે છે. જ્યારે ગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને રૂ. 1800 ગ્રેડ-પે મળે છે. જેથી ગાર્ડ અને ફોરેસ્ટરો કરતા શ્રમિકોને વધુ ગ્રેડ-પે મળે છે.

ઘૂડખર સહિતના રક્ષિત પ્રાણીઓ ભગવાન ભરોસે
​​​​​​​
આ મુદે અનેકો વખત રજૂઆત રજૂઆત કરવામાં આવી છે કે, વનવિભાગના કર્મચારીઓને ગ્રેડ મળે છે, પણ પે એટલે કે, પગાર મળતો નથી. આ મુદ્દે હાલે વન કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે ત્યારે ઘૂડખર સહિતના રક્ષિત પ્રાણીઓ ભગવાન ભરોસે હોવાનું જણાઇ રહ્યું છે. ઘૂડખર સહિતના રક્ષિત પ્રાણીઓને કોઇ સમસ્યા સર્જાય તો શ્રમિકો (રોજમદારો)એ આ કામગીરી કરવાની ફરજ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...