દીકરીનું ભવ્ય સ્વાગત:પાટડીમાં લક્ષ્મીરૂપી દીકરીનું ઢોલનગારા, સામૈયા સાથે સ્વાગત

પાટડી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
લક્ષ્મીરૂપી દીકરીનું સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
લક્ષ્મીરૂપી દીકરીનું સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
  • હળમતિયા હનુમાનથી શણગારેલી ગાડીમાં સ્વાગત કરાયું

ધનતેરસના પવિત્ર દિવસે પાટડીમાં લક્ષ્મીરૂપી દિકરીનું ઢોલનગારા અને સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. પાટડી હળમતીયા હનુમાનથી શણગારેલી ગાડીમાં 200થી વધુ મહિલાઓ દ્વારા કંકુ પગલા સાથે સાક્ષાત લક્ષ્મીરૂપી દીકરીનું સ્વાગત કરાયું હતું.

પાટડી નગર ખાતે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા વિજયભાઈ દેસાઈ તથા મીનાબેન દેસાઈના પુત્ર પુરવ અને પુત્રવધુ નેહલના ઘેર સાક્ષાત લક્ષ્મીરૂપી દીકરી “કાયરા”નો જન્મ થતાં વ્હાલસોયી પૌત્રીનું અમદાવાદથી પાટડીમાં આગમન થતાં સ્વાગત કાર્યક્રમ રાખ્યો હતો.

પાટડી નગરપાલિકાના પ્રમુખ મોલૈશભાઇ પરીખ, કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ, ગુજકોમાસોલના ડીરેકટર જેશીંગભાઈ ચાવડા, પાટડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીના ચેરમેન શૈલેષભાઈ પટેલ તથા આંગણવાડીના સીડીપીઓ તથા આંગણવાડીની બહેનોની સાથે 200થી વધુ મહિલાઓ દ્વારા આ વ્હાલસોયી દિકરી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપાનું ભવ્ય સ્વાગત કરીને આશીર્વાદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...